fbpx
રાષ્ટ્રીય

યુનાઈટેડ સ્ટેટ્‌સ સિક્રેટ સવિર્સના ડિરેક્ટર કિમબર્લી ચીટલ એ તેમના પદ પરથી રાજીનામું આપ્યું

યુનાઈટેડ સ્ટેટ્‌સ સિક્રેટ સવિર્સના ડિરેક્ટર કિમબર્લી ચીટલ એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ૨૨ જુલાઈના રોજ તેમણે સાંસદોઓની સમક્ષ સ્વીકાર્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ ૧૯૮૧ માં તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની ગોળીબાર પછીની આ સૌથી ગંભીર સુરક્ષામાં ખામી રહી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ અંગે હાઉસ ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટી કમિટી સમક્ષ હાજરી દરમિયાન કિમબર્લી ચીટલ એ આ વાત સ્વીકારી હતી, જેમાં તેમને બે ભારતીય અમેરિકન સાંસદો રાજા કૃષ્ણમૂતિર્ અને રો ખન્ના સહિત સંસદના વિવિધ સભ્યો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કિમબર્લી ચીટલ એ કહ્યું કે તેમની એજન્સી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બચાવવાના તેના મિશનમાં નિષ્ફળ રહી છે.

૧૩ જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન એક બંદૂકધારીએ ૭૮ વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક ગોળી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમણા કાનને અડીને બહાર નીકળી ગઈ હતી, જ્યારે રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તો યુનાઈટેડ સ્ટેટ્‌સ સિક્રેટ સવિર્સના સુરક્ષા અધિકારીઓ દ્વારા હુમલાખોરનું સ્થળ પર જ મોત થયું હતું.

કિમબર્લી ચીટલ એ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને આ દાયકાની યુનાઈટેડ સ્ટેટ્‌સ સિક્રેટ સવિર્સની સૌથી મોટી સુરક્ષામાં નિષ્ફળતા ગણાવી છે. કિમબર્લી એ કબૂલ્યું હતું કે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર પહેલા એજન્સીને પૂર્વ રાષ્ટ્રપતિની રેલીમાં શંકાસ્પદ વ્યક્તિની હાજરી વિશે બેથી પાંચ વખત જાણ કરવામાં આવી હતી. તેણીએ કહ્યું કે તે પેન્સિલવેનિયા રેલીમાં સુરક્ષા નિષ્ફળતા માટે સંપૂર્ણ જવાબદારી લે છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ સિક્રેટ સવિર્સનું મિશન આપણા દેશના નેતાઓનું રક્ષણ કરવાનું છે. તો એજન્સી ૧૩ જુલાઈએ નિષ્ફળ રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/