fbpx
રાષ્ટ્રીય

બલૂચિસ્તાનમાં લોકો રસ્તા પર ઉતર્યા, બલોચ પ્રદર્શનકારી ગ્વાદરમાં પ્રદર્શન કરી રહ્યા છે

બલૂચિસ્તાનમાં આઝાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લાખોની સંખ્યામાં બલોચ પ્રદર્શનકારી ગ્વાદરમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકો અલગ બલોચ રાષ્ટ્રની માગણી કરી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની આર્મી અને સેના ડરી ગઈ છે. અને હંમેશાની જેમ અત્યાચાર સામે વિરોધના વંટોળને કચડવાના પ્રયાસમાં લાગી છે. પરંતુ બલોચ પર અત્યાચારની ચિંગારી હવે જ્વાળામુખી બની ગઈ છે ત્યારે બલૂચિસ્તાનમાં કેવો વિરોધ થઈ રહ્યો છે? બલૂચિસ્તાનના લોકોનો વિરોધ કરવો એ ગુનો ગણવામાં આવે છે. માણસાઈનો અવાજ ઉઠાવવો ગુનો બની ગયો છે. નિર્દોષ બલૂચિસ્તાનના લોકો ગ્વાદરમાં જાેડાવા માટે નીકળ્યા હતા.

પરંતુ રસ્તામાં તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. તેમની ગાડીઓના કાચ તોડવામાં આવી રહ્યા છે. ટાયર પર ગોળીઓ મારવામાં આવી રહી છે. બલૂચિસ્તાનના લોકો ગ્વાદરમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ગ્વાદરમાં લાખોની ભીડ ઉમટી રહી છે. જેના કારણે પાકિસ્તાનની શહબાઝ સરકારના હાથ-પગ ફૂલવા લાગ્યા છે. આ વિરોધના વંટાળનો અર્થ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશ પછી બલૂચિસ્તાનના પણ ટુકડે-ટુકડા થવાની શક્યતા છે. કેમ કે આટલાં વર્ષો સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતાં અત્યાચાર સામે લોકોના રોષની ચિંગારીએ હવે જ્વાળામુખીનું રૂપ લઈ લીધું છે. જે આખા પાકિસ્તાનને ભસ્મ કરવાની તૈયારીમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/