fbpx
રાષ્ટ્રીય

ટાટા ગ્રુપે ૨૭,૦૦૦ કરોડ રૂપિયાના પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું સેમિકન્ડક્ટરની દુનિયાનો રાજા હવે ભારત હશે

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એન ચંદ્રશેખરન મોરીગાંવ જિલ્લાના જાગીરોડ ખાતે રૂપિયા ૨૭,૦૦૦ કરોડના સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પરીક્ષણ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આવો જાણીએ કે આનાથી કેટલા લોકોને રોજગાર મળવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આસામમાં ટાટા જૂથનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્વદેશી રીતે વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરરોજ ૪.૮૩ કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ટાટા સન્સ લિમિટેડના ચેરમેન એન ચંદ્રશેખરને મોરીગાંવ જિલ્લાના જગીરોડ ખાતે રૂપિયા ૨૭,૦૦૦ કરોડના સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પરીક્ષણ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રોજેક્ટને ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ મંજૂર થયાના પાંચ મહિનાના ટૂંકા ગાળામાં પ્લાન્ટનું બાંધકામ શરૂ થઈ ગયું છે. તે દરરોજ અંદાજે ૪.૮૩ કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટની ખાસ વાત એ છે કે આ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી ત્રણેય મોટી ટેક્નોલોજી ભારતમાં વિકસાવવામાં આવી છે.

ટાટા પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો સહિત વિવિધ વાહનોમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોમ્યુનિકેશન અને નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ૫જી, રાઉટર્સ વગેરે બનાવતી દરેક મોટી કંપની આ ચિપ્સનો ઉપયોગ કરશે. સેમિકન્ડક્ટર એ મૂળભૂત ઉદ્યોગ છે. જ્યારે પણ સેમિકન્ડક્ટર યુનિટ આવશે, ત્યારે ઘણી બધી સહાયક નોકરીઓનું સર્જન થશે. આનું કારણ એ છે કે ઇકોસિસ્ટમ એટલી જટિલ છે કે મુખ્ય એકમ આવતાની સાથે જ ઘણા એકમો અસ્તિત્વમાં આવે છે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત સેમિકન્ડક્ટર મિશનનો મુખ્ય ભાગ ૮૫,૦૦૦ કુશળ વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે અને ઉત્તર પૂર્વમાં નવ સંસ્થાઓએ તેના પર કામ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે આસામમાં દ્ગૈં્‌ સિલ્ચર, દ્ગૈં્‌ મિઝોરમ, દ્ગૈં્‌ મણિપુર, દ્ગૈં્‌ નાગાલેન્ડ, દ્ગૈં્‌ ત્રિપુરા, દ્ગૈં્‌ અગરતલા, દ્ગૈં્‌ સિક્કિમ, દ્ગૈં્‌ અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં બે સંસ્થાઓ – નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટી અને દ્ગૈં્‌ – સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પ્રતિભા વિકાસ સાથે સંકળાયેલી છે. અમારા વડાપ્રધાને હંમેશા ‘એક્ટ ઈસ્ટ’ નીતિ પર ભાર મૂક્યો છે અને અમારા સેમિકન્ડક્ટર પ્રોગ્રામમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ આજે આસામમાં હાંસલ કરવામાં આવ્યું છે, જ્યાં સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ શરૂ થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/