fbpx
રાષ્ટ્રીય

દેશના સૌથી વધુ અમીર ભારતીયોની યાદીમાં ગૌતમ અદાણી ફરી એકવાર ટોપ પર

દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડ્યા છે. ?. ૧૧.૬૧ લાખ કરોડની કુલ સંપત્તિ સાથે ગૌતમ અદાણીએ દેશના ધનિકોની યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ૨૦૨૪ ની હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ગૌતમ અદાણીએ સૌથી ધનવાન ભારતીય બન્યા છે. હિન્ડેનબર્ગ રિપોર્ટથી થયેલા નુકસાનને ભરપાઈ કરતાં ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષે ૯૫ ટકા વધી હતી.

આ યાદીમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ ૧૦.૧૪ લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી અને તેઓ આ યાદીમાં બીજા ક્રમે છે. હુરુન ઈન્ડિયાની એક રીલીઝ મુજબ અમીરોની યાદીમાં સમાવિષ્ટ તમામ વ્યક્તિઓ અને પરિવારોની સંપત્તિની ગણતરી ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ લીધેલા સ્નેપશોટ આધારિત છે. નોંધનીય છે કે, યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા વિવિધ આરોપોને પગલે અદાણીની નેટવર્થમાં ઘટાડો થયો હતો. પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષે ભારતમાં દર પાંચ દિવસે એક અબજાેપતિ પેદા થયા છે અને ૨૦૨૩માં દેશમાં ૨૫૯ અબજપતિ હતા, જ્યારે હવે તેમની સંખ્યા વધીને ૩૩૪ થઈ ગઈ છે.

હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય રિસર્ચર અનસ રહેમાન જુનૈદ જણાવે છે કે, “ભારત એશિયાના સંપત્તિ સર્જન એન્જિન તરીકે ઉભરી રહ્યું છેપ!” તેમણે ઉમેર્યુ હતું કે ભારતમાં અબજાેપતિઓની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે, જ્યારે ચીનમાં અબજાેપતિઓની સંખ્યામાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. ૐઝ્રન્ ટેક્નોલોજિસના શિવ નાદર અને તેમનો પરિવાર આ વર્ષના અમીરોની યાદીમાં ત્રીજા ક્રમે છે, તેમની કુલ સંપત્તિ ૩.૧૪ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ યાદીમાં ચોથા સ્થાને પૂનાવાલા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (જીૈંૈં) પરિવારના સાયરસ એસ પુનાવાલા અને પાંચમા સ્થાને ? ૨.૪૯ કરોડની સંપત્તિ સાથે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના દિલીપ સંઘવી સામેલ છે.

આ વર્ષે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં કુલ ૧,૫૩૯ લોકો સામેલ થયા છે, જેમની કુલ સંપત્તિનું મૂલ્ય ? ૧,૦૦૦ કરોડથી વધુ છે. ૧,૫૩૯નો આ આંકડો ગયા વર્ષ કરતાં ૨૨૦ વધુ છે. રિચ લિસ્ટ ૨૦૨૪માં પહેલીવાર ૨૭૨ લોકોના નામ નોંધાયા છે. આ વર્ષે ? ૧,૦૦૦ કરોડથી વધુની સંપત્તિના માલિકોની સંખ્યા પ્રથમ વખત ૧,૫૦૦નો આંકડો વટાવી ગઈ છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેમાં ૮૬ ટકાનો વધારો થયો છે. રિચ લિસ્ટ ૨૦૨૪માં ૧૮ લોકોની કુલ સંપત્તિ ?. ૧ લાખ કરોડથી વધુ છે. ગયા વર્ષે આ આંકડો ૧૨ હતો, અને ૧૦ વર્ષ પહેલાં હુરુન ઈન્ડિયાની યાદીમાં ફક્ત બે જ લોકોની કુલ સંપત્તિ ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/