fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં ટ્રક ડ્રાયવરને બંધક બનાવીને 1600 આઇફોનની લૂંટ કરવામાં આવી

મધ્યપ્રદેશના સાગરમાં એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હૈદરાબાદથી કન્ટેનરમાં લાવેલા આઇફોનની લૂંટ કરવામાં આવી હતી. જાણકારી અનુસાર, 1600 iPhonesની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. આ કેસમાં બેદરકારી બદલ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કન્ટેનર ચાલકને બંધક બનાવીને ગુનો આચરવામાં આવ્યો હતો.14 ઓગસ્ટના રોજ ડ્રાઈવર હૈદરાબાદથી આઈફોન લઈને નીકળ્યો હતો. કન્ટેનરમાં તેની સાથે એક સિક્યુરિટી ગાર્ડ પણ હાજર હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, લખનાદૌન પાસે એક અન્ય ગાર્ડ પણ કન્ટેનરમાં ચઢવાનો હતો. સિક્યુરિટી ગાર્ડ ચા પીવા માટે રોકાયો હતો. એટલામાં બીજો ગાર્ડ પણ ત્યાં આવ્યો. આ પછી ત્રણેય લોકો કન્ટેનર લઈને નીકળી ગયા હતા.રસ્તામાં ઊંઘ આવવાના કારણે ડ્રાઈવરે ટ્રક રોડની બાજુમાં ઉભી રાખી અને સૂઈ ગયો હતો. જ્યારે ડ્રાઇવર બીજા દિવસે જાગ્યો ત્યારે તેના હાથ, પગ અને મોં બાંધેલું હતું.

કંઈક રીતે તેણે પોતાની જાતને બંધનમાંથી મુક્ત કર્યો હતો. આ પછી, તેને કન્ટેનરમા જોયું તો iPhone ગાયબ હતા.સાગર ઝોનના IG પ્રમોદ વર્માએ જણાવ્યું હતું, અમને માહિતી મળી હતી કે 12 કરોડની કિંમતના 1,600 આઇફોન લૂંટાયા છે. સુરક્ષા ગાર્ડને આરોપી કહેવામાં આવી રહ્યો છે. આ મામલાની તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે.ડ્રાઇવરે તરત જ સાગર જિલ્લાના બાંદ્રી પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી હતી. પરંતુ પોલીસે એફઆઈઆર નોંધી ન હતી. ડ્રાઇવરને કહેવામાં આવ્યું હતું કે મામલો અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ મામલાની માહિતી મળતાં જ આઈજી પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો માંગી હતી. સ્ટેશન ઈન્ચાર્જ ભાગચંદ ઉઈકે અને એએસઆઈ રાજેન્દ્ર પાંડેની બેદરકારી સામે આવતાં આઈજીએ બંને સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/