fbpx
રાષ્ટ્રીય

હરિયાણામાં ચૂંટણીની તારીખ બદલવામાં આવી, હવે 5મી ઓક્ટોબરના રોજ થશે મતદાન

હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં અગાઉ 1લી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની હતી ત્યાં હવે મતદાન પાંચમી ઓક્ટોબરના રોજ યોજાશે. ચૂંટણી પંચની માહિતી પ્રમાણે મત ગણતરી હવે 8મી ઓક્ટોબરના રોજ યોજાશે.અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખથી પહેલા અને બાદમાં રજાઓને લીધે મતદાન ઓછું થવાની શક્યતા હતી. જેને પગલે ભાજપે ચૂંટણીની તારીખમાં ફેરફારને લઈ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.હરિયાણામાં ચૂંટણી પંચે આ નિર્ણય બિશ્નોઈ સમુદાયના મત અધિકાર તથા પરંપરા બન્નેનું સન્માન કરવા માટે લીધો છે. ચૂંટણી પંચે કહ્યું કે ગુરુ જમ્ભેશ્વરની યાદમાં આસોજ અમાવસ્યા ઉત્સવ સમારંભમાં ભાગ લેવાની સદીઓ જૂની પરંપરાને યથાવત રાખી છે. તેને પગલે ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર માટે અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભા બીકાનેર, રાજસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી એક પત્ર મળ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે અનેક પેઢીઓથી પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના અનેક પરિવારોમાં ગુરુ જમ્ભેશ્વરની યાદમાં બિકાનેર જિલ્લામાં વાર્ષિક ઉત્સવ માટે આસોજના મહિનામાં અમાવસ દરમિયાન રાજસ્થાનમાં પૈતૃક ગામ મુકામ જવા પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/