fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય સરકાર દ્વ્રારા ખેડૂતોને ભેટકેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. ૩,૯૭૯ કરોડની યોજનાને મંજૂરી આપી : અશ્વની વૈષ્ણવ

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જાેડાયેલી ૭ યોજનાઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના જીવનમાં સુધાર અને તેની આવક વધારવા માટે કેબિનેટે સોમવારે ૭ મોટા ર્નિણયો લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત આ ૭ કાર્યક્રમો માટે આશરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું- પ્રથમ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે, તે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે છે. ૨૮૧૭ કરોડ રૂપિયાના રોકાણથી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર થશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. ૩,૯૭૯ કરોડની યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે ૨,૮૧૭ કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે. કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. ૨,૨૯૨ કરોડની જાેગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી છે. સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. ૧,૭૦૨ કરોડની યોજનાને મંજૂરી આપી. કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે ૮૬૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. ૧,૨૦૨ કરોડની ફાળવણી મંજૂર. કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. ૧,૧૧૫ કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટની બેઠકમાં, કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર એકમ સ્થાપિત કરવા માટે કેનેસ સેમીકોન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત એકમ ૩૩૦૦ કરોડ રૂપિયાના રોકાણથી સ્થાપિત કરવામાં આવશે. આ એકમની ક્ષમતા પ્રતિદિન ૬૦ લાખ ચિપની હશે. આ એકમમાં બનેલી ચિપ વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વાહન, ઉપભોક્તા ઈલેક્ટ્રોનિક્સ, દૂરસંચાર મોબાઈલ ફોન વગેરે જેવા ક્ષેત્ર સામેલ છે. કેબિનેટે ૩૦૯ કિમી લાંબી નવી લાઈન પ્રોજેક્ટને મંજૂરી આપીઃ મુંબઈ અને ઈન્દોર – બે મુખ્ય વ્યાપારી હબ વચ્ચે ટૂંકી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/