fbpx
રાષ્ટ્રીય

પીએમ મોદીએ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩ સપ્ટેમ્બરે બ્રુનેઈની મુલાકાતે રવાના થયા હતા. તેમની મુલાકાત દરમિયાન, ઁસ્ દેશના સુલતાન હસનલ બોલ્કિયાને મળ્યા અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. બ્રુનેઈની મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે, મારી બ્રુનેઈની મુલાકાત ઘણી ફળદાયી રહી. તેમણે એમ પણ કહ્યું કે તેમની મુલાકાતથી હવે ભારત અને બ્રુનેઈ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે. પીએમ મોદીએ બ્રુનેઈમાં દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન કહ્યું કે, હું આ ઉષ્માભર્યા સ્વાગત માટે મહારાજ અને સમગ્ર શાહી પરિવારનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે, જાે કે ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, પરંતુ દરેક ક્ષણે અમને અહીં બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધોનો અહેસાસ થઈ રહ્યો છે.

આ વર્ષે બ્રુનેઈની આઝાદીની ૪૦મી વર્ષગાંઠ છે, તેમણે સુલતાનને સંબોધતા કહ્યું, “તમારા નેતૃત્વમાં, બ્રુનેઈએ પ્રગતિ હાંસલ કરી છે. ૧૪૦ કરોડ ભારતીયો વતી હું તમને અને બ્રુનેઈના લોકોને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. પીએમ મોદીએ કહ્યું, આ અવસર પર અમે ઘણા પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી છે. અમે આર્થિક, વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અમારા સહયોગને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમજ પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશોની કનેક્ટિવિટી વધારવા માટે ટૂંક સમયમાં સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે કૃષિ, ઉદ્યોગ અને આરોગ્ય ઉપરાંત ટેકનોલોજી અને સાયબર ટેકનોલોજી પર ભાર આપવાનું નક્કી કર્યું છે. તેમજ ઉર્જા ક્ષેત્રે આગળ વધવા માટે ચર્ચા કરવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર પણ વિચારણા કરવામાં આવી છે.

અવકાશના ક્ષેત્રમાં અમારો સહયોગ મજબૂત કરવા માટે અમે સેટેલાઇટ ડેવલપમેન્ટ, રિમોટ સેન્સિંગ અને ટ્રેનિંગ પર સહમત થયા છીએ. ઉપરાંત, બંને દેશો વચ્ચેના નાગરિક-થી-નાગરિક સંબંધો અંગે પીએમ મોદીએ કહ્યું કે, આપણા નાગરિક-થી-નાગરિક સંબંધો આપણા દેશની ભાગીદારીનો પાયો છે. મને આનંદ છે કે ભારતીય સમુદાય બ્રુનેઈની અર્થવ્યવસ્થા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ૩ દિવસની મુલાકાતે ગયા છે. પીએમ સૌથી પહેલા ૩ સપ્ટેમ્બરે બ્રુનેઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓ દેશના સુલતાન હસનલ બોલ્કિયાને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, ત્યારબાદ પીએમ હવે ૪-૫ સપ્ટેમ્બરે સિંગાપોરની મુલાકાત લેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/