fbpx
રાષ્ટ્રીય

સિંગાપોરના ટોચના બિઝનેસ લીડર્સે પીએમ મોદી સાથે મુલાકાત કરી

??સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરના ટોચના વ્યાપારી નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ સમય દરમિયાન સિંગાપોરના આ મોટા ઉદ્યોગપતિઓએ ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પીએમ મોદીને મળેલા ટોચના ઉદ્યોગપતિઓમાં બ્લેકસ્ટોન સિંગાપોર, ટેમાસેક હોલ્ડિંગ્સ, સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કેપિટાલેન્ડ ઈન્વેસ્ટમેન્ટ્‌સ, એસટી ટેલિમીડિયા ગ્લોબલ ડેટા સેન્ટર અને સિંગાપોર એરવેઝના સીઈઓ સામેલ હતા. આ તમામ ઉદ્યોગપતિઓએ વડાપ્રધાન મોદી સાથેની વાતચીત દરમિયાન ભારતમાં રોકાણ કરવા માટે સંમતિ દર્શાવી છે. આના એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ સાથે મુલાકાત કરી હતી.

આ બેઠક દરમિયાન, ભારત-સિંગાપોર સહયોગને વિસ્તૃત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, વડાપ્રધાન મોદી અને સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગ ગુરુવારે સિંગાપોરના સંસદ ભવનમાં મળ્યા હતા. બંને નેતાઓએ પોતપોતાના પ્રતિનિધિમંડળો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. આ બેઠક બાદ ભારત અને સિંગાપોરે ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સમજૂતીઓ કરી હતી. આ મુખ્ય ક્ષેત્રો ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, કૌશલ્ય વિકાસ અને આરોગ્યસંભાળ છે. આ વિસ્તારોમાં ચાર મહત્વના એમઓયુની આપલે કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું,

જેને તેમણે સ્વીકારી લીધું છે.બ્રુનોની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી બુધવારે સિંગાપોર પહોંચ્યા હતા. વડાપ્રધાન લોરેન્સ વોંગને મળવા ઉપરાંત તેમણે આજે સિંગાપોરમાં અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. ભારત અને સિંગાપોર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મુલાકાતથી ઉત્સાહિત વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, મારા મિત્ર પીએમ લોરેન્સ વોંગને મળીને ખુશ છું. ઘણા મુદ્દાઓ પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા થઈ. ભારત સિંગાપોર સાથેની મિત્રતાને મહત્ત્વ આપે છે. તે જ સમયે, સિંગાપોરના પીએમએ પણ ઠ પર લખ્યું- ઁસ્ નરેન્દ્ર મોદીનું સિંગાપોરમાં હાર્દિક સ્વાગત છે. અધિકૃત બેઠકો પહેલા ઇસ્તાનામાં તેમની સાથે જમવાની તક મળતાં ઉત્સાહિત છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/