fbpx
રાષ્ટ્રીય

યુક્રેનને સૈનિકોને પગાર ચૂકવવા માટે લગભગ ૬૦ અબજ ડોલરની જરૂર છેયુક્રેન સપ્ટેમ્બર સુધીનો પગાર ચૂકવવા માટે અન્ય દેશોની મદદ માંગી રહ્યું છે

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેની સીધી અસર યુક્રેનની તિજાેરી પર પડી રહી છે. યુક્રેનમાં આર્થિક સંકટ એટલી હદે વધી ગયું છે કે જાે દેશને આર્થિક મદદ નહીં મળે તો તે પોતાના સૈનિકોને સપ્ટેમ્બર મહિનાનો પગાર પણ આપી શકશે નહીં. આર્થિક સંકટના કારણે યુક્રેન તેના સૈનિકોને પગાર ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. રશિયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી યુક્રેન તેના સંરક્ષણ પાછળ સૌથી વધુ નાણાં ખર્ચી રહ્યું છે. યુક્રેનનું સંરક્ષણ બજેટ લગભગ ૫૦ અબજ ડોલર છે, પરંતુ વર્ષના અંત પહેલા તિજાેરી ખાલી છે. યુક્રેનને લગભગ ૬૦ અબજ ડોલરની જરૂર છે જેથી સૈનિકોને પગાર ચૂકવી શકાય, દેશને તેમની સારવાર અને તેમના ગણવેશ અને અન્ય આવશ્યક વસ્તુઓ માટે ભંડોળની જરૂર છે. સંરક્ષણ ક્ષેત્રની સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા સંરક્ષણ પ્રધાન રૂસ્તમ ઉમિરોવે પણ આ અંગે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સમક્ષ પોતાની નારાજગી નોંધાવી છે.

યુક્રેનની સંરક્ષણ સમિતિના અધ્યક્ષે શુક્રવારે કહ્યું, સંરક્ષણ મંત્રાલયે અમને જાણ કરી છે કે તેમની પાસે ભંડોળ નથી અને તેમની પાસે સૈનિકોને પગાર ચૂકવવા માટે પૂરતું બજેટ બાકી નથી. આ પહેલા પણ ઓગસ્ટ મહિનામાં યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્મિહલે જાહેરાત કરી હતી કે દેશનું સંરક્ષણ ક્ષેત્ર ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તે સમયે તેને ૧૨ અબજ ડોલરની જરૂર છે. યુક્રેન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા પાસે મદદ માંગી છે. વાસ્તવમાં શુક્રવારે જર્મનીના રામસ્ટીન બેઝ પર યુક્રેન ડિફેન્સ કોન્ટેક્ટ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં યુક્રેન, અમેરિકા સહિત ઘણા દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન મળ્યા હતા. રાષ્ટ્રપતિએ અમેરિકી રક્ષા મંત્રી પાસે મદદ માંગી. રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે, અમેરિકા યુક્રેનને સુરક્ષા સહાય માટે ઇં૨૫૦ મિલિયન આપશે. ઝેલેન્સકીને હથિયારોની માંગ પર કેનેડા તરફથી સમર્થન મળ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/