fbpx
રાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં પોપ ફ્રાન્સિસ પર હુમલાનું કાવતરું નિષ્ફળ, ઇન્ડોનેશિયા પોલીસે ૭ લોકોની ધરપકડ કરી

સિંગાપોરની ન્યૂઝ એજન્સી ધ સ્ટ્રેટ્‌સ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયાની પોલીસે ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસ પર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં ૭ લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ ઈન્ડોનેશિયા પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ડિટેચમેન્ટ-૮૮ દ્વારા કરવામાં આવી છે. આ ધરપકડો જકાર્તા નજીક બોગોર અને બેકાસી શહેરોમાં કરવામાં આવી હતી. ડિટેચમેન્ટ-૮૮ના પ્રવક્તા અશ્વિન સિરેગરે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ધરપકડ કરાયેલા લોકો એકબીજાને ઓળખે છે કે નહીં. આ ઘટના પર વાત કરતા સિરેગરે કહ્યું કે અમને ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે કેટલાક લોકો પોપ ફ્રાન્સિસ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે, જેના આધારે અમે કાર્યવાહી કરી અને ૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. સોમવાર અને મંગળવારે મોટાભાગના લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસ હાલમાં પેસિફિક એશિયાના તેમના ૧૨ દિવસના પ્રવાસ પર છે, જેમાં પાપુઆ ન્યૂ ગિની, તિમોર-લેસ્તે, સિંગાપોર અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. તેમની ઈન્ડોનેશિયાની મુલાકાત મંગળવારથી શુક્રવાર સુધીની હતી, જે આ પ્રવાસનો પ્રથમ ચરણ પણ હતો. આ દરમિયાન હુમલાખોરો તેના પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં માત્ર ૩ ટકા કેથોલિક ખ્રિસ્તીઓ રહે છે. ડિટેચમેન્ટ-૮૮ના પ્રવક્તા અશ્વિને જણાવ્યું હતું કે, આરોપીઓ દક્ષિણ એશિયાની સૌથી મોટી મસ્જિદ ઇસ્તિકલાલની ખ્રિસ્તી ધર્મગુરુની મુલાકાતથી નારાજ હતા. પોપ ફ્રાન્સિસની મુલાકાત દરમિયાન અઝાન પ્રસારણથી દૂર રહેવા ટીવી ચેનલોને સરકારની અપીલથી પણ આરોપીઓ નારાજ હતા. ડિટેચમેન્ટ-૮૮ના પ્રવક્તાએ કહ્યું કે કેટલાક આરોપીઓ ૈંજીૈંજી સાથે જાેડાયેલા છે. જ્યારે તેમના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે ત્યાંથી ધનુષ અને તીર, ડ્રોન અને ૈંજીૈંજીની પત્રિકાઓ મળી આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/