fbpx
રાષ્ટ્રીય

પેજર બ્લાસ્ટમાં માત્ર હિઝબુલ્લાહ જ નહીં પરંતુ ઈરાનના રાજદૂતને પણ નિશાન બનાવાયા હતા

લેબનોન અને સીરિયામાં સીરીયલ પેજર બ્લાસ્ટથી ઈરાન સમર્થિત બળવાખોર જૂથ હિઝબુલ્લાહને મોટો ફટકો પડ્યો છે. પેજર બ્લાસ્ટમાં આશરે ૩ હજાર હિઝબુલ્લાહ લડવૈયાઓ તેમજ ઘણા નાગરિકો ઘાયલ થયા હતા. જ્યારે આ હુમલામાં ૯ લોકોના મોત થયા છે. આ સિવાય લેબનોનની રાજધાની બેરૂતમાં ઈરાનના રાજદૂત પર પણ પેજર બ્લાસ્ટ થયો છે. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પેજર વિસ્ફોટમાં ઘાયલ થયા છે. તેની ઈજાઓ નાની છે અને તે સભાન છે ને કોઈપણ ખતરાની બહાર છે.

લેબનોનમાં ઈરાની રાજદૂત પર હુમલાના સમાચારે ઈરાનમાં પણ સનસનાટી મચાવી દીધી હતી, થોડા મહિના પહેલા જ સીરિયામાં ઈરાની મિશનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. મોજતબા અમાનીની ઈજાના સમાચાર મળતા જ ઈરાનના વિદેશ મંત્રીએ ઈજાગ્રસ્ત ઈરાની રાજદૂતની પત્ની સાથે વાત કરી હતી. મંગળવારે, હિઝબુલ્લાહ લડવૈયાઓના સંદેશાવ્યવહારના ઉપકરણો વિસ્ફોટ થવા લાગ્યા, જેના કારણે સીરિયા અને લેબેનોનના વિવિધ વિસ્તારોમાં લગભગ ૩ હજાર હિઝબુલ્લા લડવૈયાઓ ઘાયલ થયા.

પ્રારંભિક માહિતી અનુસાર, હિઝબુલ્લાએ આ માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે, સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની એજન્સીએ શિપમેન્ટ દરમિયાન પેજર સાથે છેડછાડ કરી હતી અને બાદમાં તેમને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ સરકારે આ હુમલાઓ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. ઈતિહાસમાં એવું પણ જાેવામાં આવ્યું છે કે ઈઝરાયેલે તેના હુમલાની જવાબદારી લેવાનું ઘણીવાર ટાળ્યું છે અને તેની ગુપ્તચર સંસ્થા મોસાદને આવા ઓપરેશનનો લાંબો અનુભવ છે. હિઝબોલ્લાહ લડવૈયાઓ તાઈવાની કંપની ગોલ્ડ એપોલો દ્વારા બનાવેલા પેજરનો ઉપયોગ કરી રહ્યા હતા, જેની કિંમત લગભગ ઇં૨૦૦ હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે પેજરની ડિલિવરી પહેલા આ ત્રણને ત્રણ મહિના સુધી હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેમની સાથે છેડછાડ કરવામાં આવી હતી. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ ગયા વર્ષે ૭ ઓક્ટોબરથી એકબીજા પર હુમલા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગમે ત્યારે મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. લેબનોન-ઈઝરાયેલ સરહદે આવેલી વસાહતોને બંને બાજુથી ખાલી કરાવવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/