fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બંધને ન મળ્યું સમર્થનઃ લોકોએ કહ્યું-બંધ એ કોઈ વિકલ્પ નથી

આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, પણ તેની કોઈ અસર રાજકોટમાં ન જાેવા મળી. આજે રાજકોટમાં સવારથી જ બધુ ખુલ્લુ જાેવા મળ્યું. બસ સેવા, રીક્ષા, બજારો બધુ જ સવારથી ચાલુ છે. અનેક માર્કેટ સવારથી ખુલ્લી છે. રાજકોટમાં ભારત બંધની અસર નહિવત જાેવા મળી. બે માર્કેટ યાર્ડને બાદ કરતાં તમામ બજારો ખુલ્લા છે. રાજકોટમાં જનજીવન સામાન્ય બની રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ત્યારે બંધ વિશે પ્રતિસાદ આપતા શહેરીજનોએ જણાવ્યું કે, આંદોલનકારીઓએ સરકાર સાથે વાટાઘાટ કરી નિરાકરણ લાવવું જાેઈએ. બંધ એ કોઇ વિકલ્પ નથી. લોકડાઉન અને અનલોક બાદ વેપારીઓની પરિસ્થિતિ ધીમેધીમે આગળ વધી રહી છે.
હાલના સમયમાં બંધ પાળવું વેપારીઓ માટે મુશ્કેલ છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં આપવામાં આવેલ ભારત બંધન એલાનમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડના વેપારીઓ અને દલાલો સ્વયંભૂ જાેડાઇ અને બંધને સમર્થન પૂરું પાડ્યું છે. રાજકોટ યાર્ડના સત્તાધીશો દ્વારા સાંજના સમયે યાર્ડ રાબેતા મુજબ શરૂ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને સમર્થન આપનાર વેપારીઓ અને દલાલો ઉપર દબાણ બનાવી સમર્થન ન આપવા જણાવ્યું હતું. જાે કે આમ છતાં પણ આજે યાર્ડના વેપારીઓ અને દલાલોએ સ્વયંભૂ બંધ પાળી સમર્થન આપ્યું છે.
આજે સવારના સમયે યાર્ડમાં ન તો કોઇ વેપારી, ન તો કોઇ દલાલ, ન તો કોઇ ખેડૂત કે ન તો કોઇ મજૂર જાેવા મળ્યા હતા. એટલે કે બંધના સમર્થનમાં રાજકોટ યાર્ડ આવ્યું હોય તેવું સ્પષ્ટ માની શકાય છે. ભારત બંધના એલાનને લઇ રાજકોટ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સવારના ૭ વાગ્યાથી શહેરમાં પોલીસની નાકાબંધી જાેવા મળી છે. ૨ ડ્ઢઝ્રઁ, ૬ છઝ્રઁ, ઁૈં, ઁજીૈં ઉપરાંત ૨૦૦૦ જેટલા પોલીસ જવાનો અને ૪ જીઇઁ કંપનીની ફોજ રાજકોટના રસ્તા પર ઉતારી દેવાઈ છે. આ સાથે જ જબરદસ્તી બંધ કરાવવા નીકળેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts