રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૫ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હાજર પાર
રાજકોટમાં ૨૪ કલાકમાં ૫ના મોત થયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજાર ૪૮૩ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૮૩૦ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં બુધવારે ૮૯ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૧૪૪ લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. શહેરમાં એક જ દિવસમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ૭૧ થઇ છે.
શહેરમાં નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ હરિધામ સોસાયટી રૈયારોડ, ગાયત્રીનગર ૧૫૦ ફૂટ રિંગ રોડ, મનહર સોસાયટી નાનામવા રોડ, સુરભી રેસિડેન્સી કોઠારિયા રોડ, ન્યૂ જાગનાથ પ્લોટ, જ્ઞાનજીવન સોસાયટી રૈયા રોડ, ભગવતીપરા શ્રમજીવી સોસાયટી, હરિનગર યુનિવર્સિટી રોડને મૂકવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૫૪ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે જેમાં સુંદરમ સોસાયટી માધાપર, લોધિકા તાલુકાના કાંગશિયાળીમાં કોપ એલ ૪૦૩, જામકંડોરણાના તરવડામાં પ્રાથમિક શાળા પાસે, ઉપલેટામાં પાંજરાપોળ,વીંછિયામાં હનુમાનપરા વિસ્તાર અને જેતપુરમાં અમરનગર રોડ સહિતના વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે.
જકોટ શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રસી માટે સરવેમાં જે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેમાં ક્યારે અને ક્યા રસી માટે જવાનું છે તેનો મેસેજ આવશે. ત્યારબાદ રસીકરણ કેન્દ્ર પર ચાર ઓફિસરને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે. સરવેમાં જેમના રજિસ્ટર્ડ થયા છે તેમને જ રસી મૂકવામાં આવશે.
Recent Comments