fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ એમ્સ બાદ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પણ ઇ ખાતમુહૂર્ત કરશે પીએમ મોદી

૩૧મી ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે એઇમ્સના ૧૭ પ્લાનમાંથી ૯ પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અન્ય માટે ૨-૩ દિવસમાં મંજૂરી મળી જશે. અગાઉ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૃટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૃટના આયોજન, કોરોના સંબંધી સરકારી માગર્ર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે મુદ્દે બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહૂર્ત ૩૧મીએ વડાપ્રધાન કરશે, તેમજ મુખ્યમંત્રી હાજરી આપશે તેવી જાહેરાત થઈ છે. એઇમ્સનું ખાતમુર્હતને લઈ ડોમની ત્યારીઓ શરૂ કરી છે. જાેકે પીએમઓ ઓફિસથી મૌખિક મંજૂરી સંભવિત ૩૧ તારીખ મળતા એમ્સના અધિકારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડગો બનાવવામાં આવશે. એઇમ્સના ખાતર્મુહત અંગે હજુ સ્થાનિક વહીવટી તંત્ર સુધી કોઈ જ માહિતી મળી ન હોવાનું સામે આવ્યું છે તો બીજી બાજુ એઈમ્સ જવાનો માર્ગ બિસ્માર હોવાથી નવા રસ્તાઓ બનાવવા આવી રહ્યા છે,
સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, તેમજ બધા મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને એમ્સના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે. સીએમને લઈ જઈ શકાય તેમ ન હોય હેલિકોપ્ટર મારફત સાઈટ પર લવાશે અને તે માટે હેલિપેડ પણ તૈયાર થઇ રહી છે. એઇમ્સના હાલ ૧૭ પ્લાન માંથી ૯ પ્લાન ને મંજૂરી મળી છે બાકીના પ્લાન માટે ૨થી ૩ દિવસમાં મજૂરી મળી જશે. અટલ સરોવર પાસે આગામી તા.૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાઈટ હાઉસ પ્રજેકટનું ઈ-ભૂમીપૂજન કરશે લાઈટ હાઉસ પ્રજેકટમાં મહાપાલીકા દ્રારા ૧૩૪૪ આવાસ બનાવવામાં આવશે આ પ્રોજેકટ માટે દેશમાથી માત્ર ૬ શહેરોની પસંદગી કરવામાં આવી છે તેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે વડાપ્રધાન દિલ્હીથી ઓનલાઈન ઈ-ભૂમીપૂજન કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/