fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટનો ૧ તમંચો તથા ૫ જીવતા કાર્ટીસ તથા ૦૧ છરી સાથેત્રણ પરપ્રાંતીય ઇસમોને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસઅધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપરઅંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જેઅન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.આજરોજ ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, ત્રણ પરપ્રાંતીય માણસો ગે.કા.હથીયાર રાખી સરદારબાગના બસસ્ટેન્ડ પાસે બેસેલ છે જે ચોક્ક્સ બાતમી આધારે સરદારબાગના બસ સ્ટેશન પાસે આવતા બસ સ્ટેન્ડપાસે ત્રણ ઇસમો બેસેલ જોવામાં આવતા ત્રણેય ઇસમોને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ
બનાવટનો તમંચો નંગ-૦૧ તથા જીવતા કાર્ટીસ – નંગ-૦૫ તથા છરી-નંગ-૦૧ મળી આવતા
હથિયારધારા ક.૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે સી ડીવી.
પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ, સરનામુઃ-
(૧) લખનસિંહ અમૃતસિંહ પાલ, ઉ.વ.- ૨૧, ધંધો- કલરકામ, રહે. પેવલી, તા.જી. ભીંડ, મધ્ય પ્રદેશ
(૨) સંજય અમરસિંહ રાયકા, રબારી, ઉ.વ.- ૨૪, ધંધો- ડ્રાઇવીંગ, રહે. ગોહાના, તા.જી. સોનીપત,
હરીયાણા
(૩) કેશવસિંઘ સુરેન્દ્રસિંઘ ગહેરવાર, ઉ.વ.- ૨૦, ધંધો- અભ્યાસ, રહે. વસાનંગલા, તા.જી. ફરૂખાબાદ,ઉત્તર પ્રદેશ


આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગત
દેશી હાથ બનાવટનો તમંચો નંગ-1 કિ.રૂ. ૫,૦૦૦/-
જીવતા કાર્ટીસ નંગ-૦૫ કિ.રૂ. ૫૦૦/-
છરી નંગ-૦૧ કિ.રૂ.૫૦/-
મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૧૫,૫૦૦/-
મળી કુલ કિ.રૂ. ૨૧,૦૫૦/-નો મુદામાલ પક્ડી પાડેલ છે.

આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી ત્રણ પરપ્રાંતીય ઇસમોને તમંચો નંગ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૦૫,છરી નંગ-
૦૧,મોબાઇલ ફોન નંગ-૦૪ મળી કુલ કિ.રૂ. ૨૧,૦૫૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા,
એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ તથા પો.હેડકોન્સ સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન પઠાણ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર તથાપો.કોન્સ અનિરૂધ્ધસિંહ વાંક, મહેન્દ્રભાઇ ડેર, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા, , જયેશભાઇ બકોત્રાવીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/