જૂનાગઢ શહેર વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની ૨ પિસ્ટલ તથા ૧૦ જીવતા કાર્ટીસો તથા ૦૨ફુટેલ કાર્ટીસો સાથે એક પરપ્રાંતીય ઇસમને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી
એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજરોજ ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, એક પરપ્રાંતીય માણસ ગે.કા.હથીયાર રાખી જુની આર.ટી.ઓ. કચેરી પાસે ઉભેલ છે જે ચોક્ક્સ બાતમી આધારે જૂની આર.ટી.ઓ. કચેરી પાસે આવતા જુની આર.ટી.ઓ કચેરી પાસે એક ઇસમ ઉભેલ જોવામાં આવતા તે ઇસમને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૦૨ તથા જીવતા કાર્ટીસો – નંગ-૧૦ તથા ફુટેલ કાર્ટીસો નંગ-૦૨ મળી આવતા હથિયારધારા ક.૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે એડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.
આરોપીનુ નામ, સરનામુઃ-
(૧) અજય સ/ઓ હરેન્દ્ર રામસહાય શર્મા બ્રાહ્મણ ઉ.વ.૨૪ ધંધો.વેપાર
રહે.જવાલાનગર રાજપુર ચુંગી, આગ્રા ઉતરપ્રદેશ.(૧) આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ હથીયારની વિગતઃ-
દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૨ કિ.રૂ. ૫૦,૦૦૦જીવતા કાર્ટીસો નંગ-૧૦ કિ.રૂ. ૧,૦૦૦
ફુટેલ કાર્ટીસો નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦
મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦
મળી કુલ કિ.રૂ. ૫૬,૦૦૦/-નો મુદામાલ પક્ડી પાડેલ છે.
આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી એક પરપ્રાંતીય ઇસમને પિસ્ટલ નંગ-૨ તથા જીવતા કાર્ટીસો નંગ-૧૦,ફુટેલ કાર્ટીસો નંગ-૦૨, મોબાઇલ ફોન નંગ-૦૧ મળી કુલ કિ.રૂ. ૫૬,૦૦૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહીકરવામાં આવેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા,
એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ તથા પો.હેડકોન્સ સામતભાઇબારીયા, દીપકભાઇ જાની, મજીદખાન પઠાણ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર તથાપો.કોન્સ અનિરૂધ્ધસિંહ વાંક, મહેન્દ્રભાઇ ડેર, ધર્મેશભાઇ વાઢેળ,શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા,જયેશભાઇ બકોત્રા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.
Recent Comments