fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે ૪૮૯ કરોડનાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ


આમ્રપાલી બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકી કહ્યું-ગુજરાતમાં ખેડૂત સુખી, કોંગ્રેસની વાતમાં આવ્યા નથી

આજે સીએમ રૂપાણીના હસ્તે ૪૮૯.૫૦ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં સીએમ રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ કાલાવાડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજ સહિત ૪ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલાં ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનો ઝ્રસ્ના હસ્તે કમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂત સુખી છે. કોંગ્રેસની વાતમાં નથી આવ્યાં. ખોડૂતોને અહીં તમામ સુવિધાઓ મળી રહે છે. દિવસે વીજળી, પુરતું સિંચાઇનું પાણી રાજ્ય સરકારે આપ્યું છે. ડ્રેગન ફ્રૂટ ચાઇનીઝ નામ છે. તેનો આકાર કમળ જેવો છે એટલે કમલમ નામ આપ્યું છે. આમાં કોઇએ રાજકીય રંગ આપવાની જરૂર નથી.

આજે સીએમ રૂપાણીના હસ્તે કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (૨ ૨) ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા ૧૫૮.૦૫ કરોડના ખર્ચે બનાવવા માટેનું અને નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રિજ (૨ ૨) સ્પ્લિટ ફ્લાઇ ઓવર બ્રિજ રૂપિયા ૮૨.૩૪ કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કર્યુ છે. બપોર બાદ વિજય રૂપાણીએ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ હીરાસર એરપોર્ટ સ્થિત નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. મહાકવચ એપ્લિકેશનનું અનાવરણ અને ફૂટબોલ ટૂર્નામેન્ટનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાવાયો છે. સીએમ વિજય રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ૫૦૦ કરોડના કામો પૂરા કરી ગાંધીનગર પહોંચું ત્યાં ફોન આવે કે રાજકોટમાં બીજા કામો તૈયાર છે અમને તારીખ આપો. જે ખુબ સારી વાત છે.

રાજકોટ મનપા દ્વારા ખુબ ઝડપથી વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. આપણે ગુજરાતના વિકાસને દોડતો રાખ્યો છે. રાજ્યમાં છેલ્લા ૬ મહિનમાં ૨૭ હજાર કરોડના વિકાસના કામો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે જ જણાવ્યું હતું કે કોરોનાના નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી બેઠા છો માટે તમને અભિનંદન આપું છું. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો સુખી છે. અહીંયાના ખેડૂતો કોંગ્રેસની વાતમાં આવ્યાં નથી. કારણ કે ખેડૂતોને તમામ સુવિધાઓ મળી રહી છે. દિવસે વીજળી અને પૂરતું પાણી રાજ્ય સરકારે આવ્યું છે. રાજકોટ શહેરના મધ્યભાગમાં આવેલા આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ, રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે. અંડર બ્રિજની શરૂઆતમાં “લવ રાજકોટ” સેલ્ફી ઝોનનું પણ નિર્માણ થયું છે.

મોદીની દીર્ઘ દ્રષ્ટીનો લાભ સોમનાથ મંદિર અને જિલ્લાના લોકોને મળશેઃ રૂપાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતા. અહીં તેમણે તત્કાલ મહાપૂજા કરીને ધ્વજા રોહણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જર્જરિત નેશનલ હાઇવે મામલે કેન્દ્રમાં રજુઆત કરવાની ખાતરી આપી હતી. સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી સોમનાથનો વિશેષ વિકાસ થશે તેવો આશાવાદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/