fbpx
સૌરાષ્ટ - કચ્છ

ડૉ.ભરત બોઘરાને ભાજપે પ્રદેશ ઉપપ્રમુખ બનાવતા સન્માન સમારંભમાં કોરોના ભુલાયો

કોરોના મહામારી વચ્ચે વેક્સિનેશન શરૂ થતાની સાથે જ ઠેરઠેર સભાઓ સંમેલનો શરૂ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ ખુલ્લા મેદાનોમાં મર્યાદિત લોકોની સંખ્યામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાે કે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કાર્યક્રમ યોજી વખતે સામાજિક અંતર તેમજ માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ડોક્ટર ભરત બોઘરાના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ત્રણ ત્રણ કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને કોઈ નિયમો લાગુ જ ન પડતા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા.
જેમાં જસદણ વિસ્તારના અને રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જેતપુર વિસ્તારના અને રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી જયેશભાઇ રાદડીયા સહિતના નેતાઓની હાજરીમાં કોરોના વેક્સિનેશનના કાર્યક્રમની વચ્ચે સામાજિક અંતરના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જેના કારણે કોરોનાના સંક્રમણની શક્યતાઓ નકારી શકાતી નથી. ત્યારે જસદણ વિસ્તારના આટકોટ રોડ પર આવેલ ભૂમિ જીનિંગ ખાતે અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે દ્રશ્યોમાં પણ જાેઇ શકાય છે કે, અભિવાદન કાર્યક્રમ માં જસદણ વિછીયા પંથકના સરપંચ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અભિવાદન સન્માન સમારોહમાં કોવીડ-૧૯ ના તમામ નિયમો વિસરાયા હોય તેવા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
જાણેકે જસદણ વિછીયા પંથકમાં કોરોના મહામારી જળમૂળથી નાશ પામી હોય તે પ્રકારે બેદરકારી પૂર્વક સામાજિક અંતર તેમજ માસ્કના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. સામાન્ય નાગરિક જાે માસિક ન પહેરે તો તેને એક એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. કોઈ ધંધાર્થી પોતાની દુકાન પર સામાજિક અંતર ન આવે તો તેની દુકાને સીલ કરવામાં આવે છે. બીજી તરફ આપણા રાજનેતાઓને તંત્ર દ્વારા છૂટોદોર આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ખુલ્લા મેદાનોમાં લોકોની ભીડ એકઠી કરવામાં કોઇ મર્યાદિત સંખ્યા નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. બીજી તરફ લોકોને લગ્ન પ્રસંગોમાં હાલ મર્યાદિત સંખ્યામાં જ લોકોને એકઠા કરવાની સૂચના આપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/