fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ કોરોનાના વધુ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા, ૨૪ કલાકમાં ૨ના મોત

રાજકોટમાં આજે બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૨ દર્દીના મોત નીપજ્યાં છે. કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૧૫૨૭૪ પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ૨૨૨ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કોઇ પણ જવાનોને ગંભીર આડ અસર થઇ નથી. પોલીસ હેડ ક્વાર્ટરમાં તાલીમ લઇ રહેલા માત્ર ૧૫ જેટલા જવાનોને સામાન્ય તાવ કે અશક્તિ જેવા લક્ષણો જાેવા મળ્યા હતા.

આ જવાનોએ ર્ંઁડ્ઢમાં ટૂંકી સારવાર લઇ પરત તાલીમ માટે જાેડાયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે બપોર સુધીમાં ૨૭ સ્થળ પર ૮૦૨ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે ૪૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત ચોથા દિવસે સારવાર હેઠળ રહેલા એક પણ દર્દીનું મોત થયું નથી.

મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં ૩૫ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ ૧૫૨૬૧ થયા છે, જ્યારે સારવાર હેઠળ ૨૨૨ દર્દી છે અને રવિવારે ૪૦ દર્દી સાજા થયા હતા. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે ૧૦ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ ૬૭૯૯ થયા છે, જ્યારે સારવાર હેઠળ ૧૩૨ દર્દી છે જેમાંથી ૮૭ ઘરે સારવાર લઇ રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/