fbpx
સૌરાષ્ટ - કચ્છ

તાલાલા તાલુકાના ચાર સરપંચોએ સરકારી ગ્રાન્ટનો દુરપયોગ ડીડીઓ દ્વારા કાર્યવાહી કરી સરપંચોને પદ પરથી દૂર કરાયા

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકની ઘાવા ગીર, ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બકુલા) ગામ પંચાયતના સરપંચોએ નીતિ નિયમોનો ભંગ કરી સરકારી ગ્રાન્ટનો દુરપયોગ કર્યો છે. સરપંચોના આ ભ્રષ્ટાચાર બદલ જીલ્લા વિકાસ અધિકારી ઘર્મેન્દ્રસિંહે ઘાવા ગીરના મહિલા સરપંચને પદ ઉપરથી દુર કર્યા છે. જ્યારે અન્ય ત્રણ ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બાકુલા)ના સરપંચો પાસેથી વાપરેલી સરકારી ગ્રાંટની ૨૦ ટકા રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે વસુલાત કરવા હુકમ કર્યો છે. ઘાવા ગીરના મહિલા સરપંચને સરકારી ગ્રાન્ટનો મનફાવે તેમ ઉપયોગ કર્યો હતો. જેને કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તાલાલા તાલુકા પંચાયતમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘાવા ગીર ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૧૮-૧૯ ના નાણાંકીય વર્ષ દરમિયાન ફાળવવામાં આવેલી વિવિધ સરકારી ગ્રાન્ટના નાણાનો ઉપયોગ નિયમોનુસાર કરવાના બદલે નિયમોનો ભંગ કરી મનસ્વી રીતે વહીવટ કરવા બદલ ઘાવા ગીર ગ્રામ પંચાયતના સરપંચ લાભુબેન કમલેશભાઇ શિયાળને તાત્કાલિક અસરથી સરપંચના હોદા પરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકસા અધિકારીએ કર્યો છે.

જ્યારે ઉમરેઠી, મંડોરણા અને ઘણેજ (બાકુલા)ના સરપંચો પાસેથી સરકારી ગ્રાંન્ટની વ્યાજ અને પેન્લટી સાથે રકમ વસુલાત માગી છે. આ ઉપરાંત ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બાકુલા) ગ્રામ પંચાયતને ગામના પ્રજા ઉપયોગી વિકાસની કામગીરી માટે સરકારે ફાળવેલી વિવિધ યોજનાની ગ્રાન્ટના નાણાંનો ઉપયોગ નિયમોની ઐસી તૈસી કરી ફરજ પ્રત્યે ઉદાસીનતા રાખવા બદલ સરકારી ગ્રાન્ટની ૨૦ ટકા રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે વસુલાત કરવા હુકમ કર્યો છે. જેમાં મંડોરણા ગીરના સરપંચ જયોત્સનાબેન રતિલાલ કિકાણી પાસેથી રૂપિયા ૪,૦૪,૦૨૦ ઉપરાંત વ્યાજ તથા ઉમરેઠી ગીરના સરપંચ ભાનુબેન કાનાભાઇ ઘામણચોટીયા પાસેથી રૂપિયા ૫,૫૪,૨૮૦ વ્યાજ સાથે જયારે ઘણેજ (બાકુલા)ના સરપંચ દેવાયતભાઇ બાલુભાઇ કરગઠીયા પાસેથી રૂપિયા ૫૦,૨૩૦ વ્યાજ સાથે વસુલાત કરવા આદેશ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/