fbpx
સૌરાષ્ટ - કચ્છ

મહિલાઓને ટીકીટની માંગને લઇ રાજકોટની મહિલાએ પાટીલ અને પીએમને કરી રજૂઆત રાજકોટના સરદારધામ ખાતે પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકોટમાં પાટીદાર મહિલાઓમાં વિરોધનો શૂર ઊઠ્યો છે. રાજકોટ સરદારધામ ખાતે પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો છે. મહિલાઓએ પાટીલથી લઈને મોદી સુધીના લોકોને ટ્‌વીટ કર્યાં છે. આ સાથે જ મહિલાઓનું કહેવું છે કે મહિલા સરપંચ તરીકે કોર્પોરેટરો હોય છે, પણ વહીવટ તો તેમના પતિ જ કરતા હોય છે; આ બદલવાની જરૂર છે.

સરદારધામનાં મહિલા આગેવાન શર્મિલા બાંમભણિયાએ ટ્‌વીટ કર્યું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ રૂપાણી, ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડા, આપ- પ્રમુખ ગોપાલ ઈટાલિયા, એનસીપી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલને ટ્‌વીટ કર્યાં છે અને સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માગ કરી છે.

પાટીદાર મહિલાઓની માગ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સશક્ત મહિલાઓને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ ન અપાય એવી રાજકીય પાર્ટીના અધ્યક્ષો પાસે માગ કરવામાં આવી છે. સમાજમાં સારું પ્રતિનિધિત્વ માટે સક્ષમ મહિલાને ટિકિટ આપવામાં આવે, શર્મિલા બાંમભણિયાએ કહ્યું હતું કે મહિલા સરપંચ હોવાથી તેમના પતિ જ વહીવટ કરતા હોય છે, જેને બદલવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/