સાંસદ પૂનમ માડમની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીમાં નિમણૂક

તાજેતરમાં જ મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટરી અફેર્સ દ્વારા સાંસદ પૂનમબેન માડમની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીમાં નિમણૂક થતા તેમના મત વિસ્તાર સહીત સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી ટેકેદારો, સગા, સ્નેહીઓ, આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વ્યવસાયિકો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીના મેમ્બર તરીકેની નિમણુંક ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ કમીટી ઓન પબ્લીક અંડરટેકીંગ, સ્ટેન્ડીંગ કમીટી ઓન ઇન્ડસ્ટ્રી-સ્ટેન્ડીંગ કમીટી ઓન વુમન એમ્પાવરમેન્ટ, કન્સલ્ટેટીવ કમીટી ઓફ મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન, ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ( એઇમ્સ-રાજકોટ) અને ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનનાં મેમ્બર તરીકે મહત્વની જવાબદારીઓ સાંસદ પૂનમબેન માડમ સંભાળી રહ્યા છે.
Recent Comments