જામનગર ભાજપમાં રાજીનામા બાદ પક્ષપલ્ટો, પૂર્વ ભાજપ શહેર મંત્રી જાેડાયા કોંગ્રેસમાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. ગઇ કાલે ગુરુવારનાં રોજ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમા ઘણા લોકોને ટિકિટ ન અપાતા નારાજગીનાં સૂર જાેવા મળી રહ્યાં છે. ત્યારે જામનગર ભાજપમાં રાજીનામાં બાદ પક્ષપલ્ટો જાેવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, જામનગરમાં પૂર્વ ભાજપ શહેર મંત્રી હંસાબેન ત્રિવેદી કોંગ્રેસમાં જાેડાયા હોવાનુ સામે આવી રહ્યુ છે.
હંસાબેન ત્રિવેદીએ ભાજપથી નારાજ થયા બાદ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયરનાં પુત્ર પણ કોંગ્રેસમાં જાેડાયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે બન્ને ખેસ પહેરાવી આવકાર્યા છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, અસંતોષ અને અન્યાયનાં કારણે તેઓ કોંગ્રેસમાં જાેડાયા હોવાની ચર્ચા તેજ બની છે.
Recent Comments