રાજકોટમાં આજે મનિષ સિસોદિયા રોડ શો કરશે ભાજપ યુવા આગેવાન સંજય સિંહે આપમાંથી ફોર્યું
પક્ષપલ્ટો એ ચૂંટણીની તાસીર બની ગઈ છે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાઓમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપ અને કોંગ્રેસમાં ભારે વિખવાદ ચાલી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નવા નિયમોને મહોરું બનાવીને ભાજપના અનેક સિનિયર- જુનિયર કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવીને પક્ષપલ્ટો કર્યો છે. જ્યાં ભાજપના રાજકોટના વોર્ડ નં-૧૩ના આગેવાન સંજયસિંહને ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ આમ આદમી પાર્ટીમાં જાેડાય ગયા છે. અને આજે તેઓ વોર્ડ નં-૧૩ની પેટાચૂંટણી લડવા ફોર્મ ભર્યુ છે.
ગત ટર્મમાં સંજયસિંહને અપક્ષમાં ૫૦૦૦ જેટલા મત મળ્યા હતા ભાજપ દ્વારા નવી થિયરી અપનાવવામાં આવી જેમાં ગઇકાલથી ટપોટપ રાજીનામા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંજયસિંહ વાઘેલા રાજપૂત સમાજના આગેવાન છે. જેથી તેમના સમર્થકોની સંખ્યા ખૂબ જ મોટી છે. હાલ આપમાં જાેડાતા તેમને પાર્ટી તરફથી ૫૦૦૦ જેટલા મત મળ્યા છે. ભાજપના ચૂંટણી અંગેના નવા નિયમોથી પક્ષના અનેક કાર્યકરો યેનકેન પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા છે. તો ઘણા સંજયસિંહ વાઘેલાની જેમ પક્ષ પલ્ટો કરીને પોતાનું સ્થાન અપક્ષમાં મજબૂત કરી રહ્યા છે.
Recent Comments