fbpx
સૌરાષ્ટ - કચ્છ

મુન્દ્રાના કસ્ટોડીયલ ડેથ કેસઃ બીજા યુવકનું મોત નિપજતા મચ્યો હાહાકાર

મુન્દ્રા પોલીસે ઘરફોળ ચોરીની શંકામાં ૩ યુવકોને પોલીસ ચોકીમાં માર્યો હતો. જેમાં ૧ યુવકનું પોલીસ ચોકીમાં જ મૃત્યું થયા સનસનાટી મચી જવા પામી છે. જયારે ૨ યુવાનને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૧ યુવાનની તબિયત વધારે લથળતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બીજા યુવકનું પણ મોત નીપજતા આ આખી ઘટનાએ ગુજરાતમાં ચકચાર જગાવી છે. સમગ્ર ગુજરાતમાં ચકચાર સર્જનાર મુન્દ્રાના કસ્ટોડીયલ ડેથ મામલે કેસમાં દુર્ભાગ્યપુર્ણ નવો વણાંક આવ્યો છે. ૩ યુવકો પર પોલિસે દમન ગુજાર્યા બાદ એક યુવાનનુ પોલીસ કસ્ટોડીયલમાં પહેલા જ મોત થયુ હતુ. જ્યારે અન્ય બે યુવકોને સારવાર માટે ભુજ ખસેડાયા બાદ હરજુગ ગઢવીની કીડનીમાં વધુ તકલીફ પડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. પરંતુ સતત તબીયત બગડ્યા બાદ આજે સાંજે યુવાને અમદાવાદ ખાતે દમ તોડ્યો હતો. સમાજના આ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા છે.
હવે બીજી યુવકના મોત પછી સમાજ ચોક્કસ પોલીસ કાર્યવાહી ઝડપી બનાવવા સાથે ચકચારી કિસ્સામાં જવાબદાર તમામ લોકો સામે પોલીસ પ્રશાસન ગંભીર કાર્યવાહી કરે તેવા પ્રયત્નો કરશે પરંતુ પોલીસ મથકે બે-બે યુવકોના પોલીસ દમનના મોતથી ચોક્કસ સમગ્ર કચ્છમાં આ કિસ્સાએ ચકચાર સર્જી પોલીસ સામે અનેક સવાલો ઉભા કર્યા ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવીએ ઘટનાને ગંભીર ગણાવી અને નેતાઓની ચુપકીદી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથનો મામલો નોંધાયો હતો. આ મામલે પોલીસે અરજણ ગઢવી,હરજુગ ગઢવી ,સામરા ગઢવીની કરી હતી ધરપકડ કરી હતી. પોલીસે ચોરીની શંકામાં ૩ યુવકોને ઢોર માર માર્યો હતો.

પોલીસે મારેલા મારમાં અર્જન ગઢવીનું મુન્દ્રા ખાતે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત હરજુગ ગઢવી, સામરા ગઢવીને પણ સારવાર અર્થે ભુજ ખાતેની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં હરજાેગ ગઢવીની તબિયત પણ કથળી હતી. તેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં યુવકની ૧૫ દિવસથી સારવાર ચાલી રહી હતી. આખરે સારવાદ દરમિયાન જ હરજાેગ ગઢવીનું કિડની હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું. આમ કસ્ટોડિયલ ડેથ કેસમાં બે યુવકોના મોત નિપજ્યા હતાં. મૃતકના પરિવારજનોની સીબીઆઈ તપાસની માંગ કરી છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/