fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં બસ નીચે બાઈક ઘૂસી જતા પતિને ગંભીર ઇજા, બાળક અને પત્નીનો બચાવ

જામનગરમાં આવેલા સાત રસ્તા સર્કલ પાસે રાત્રીના સમયે એક બાઈક સવાર પરિવાર સાથે જઇ રહ્યો હતો. એ સમયે બસ નીચે બાઈક ઘૂસી જતા બાઈક સવાર પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે બાળક અને પત્નીનો આબાદ બચાવ થયો હતો. બનાવના પગલે લોકો એકઠાં થયા હતા અને થોડો સમય માટે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સાત રસ્તા સર્કલ પાસે એક ખાનગી બસ વળાંક લઇ રહી હતી. એ જ સમયે ત્યાંથી એક પરિવાર બાઇક પર સવાર થઇને નીકળ્યું હતું. જાેકે બસે વળાંક લેતા બાઈક બસ નીચે આવી ગયું હતું. સ્થળ પર હાજર લોકોએ સતર્કતા દાખવી પરિવારને બહાર કાઢ્યો હતો. આ અકસ્માતના બનાવમાં બાઈક સવાર પતિને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/