fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મનપાના કોંગ્રેસના બે ઉમેદવારના ફોર્મ થયા રદ

રાજ્યમાં ૨૧ ફેબ્રુઆરીએ ૬ મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર ૧ના ઉમેદવાર ભરતભાઇ શિયાળ અને વોર્ડ નંબર-૪ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ કરવામાં આવ્યુ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને બે ફટકા પડ્યા છે.
રાજકોટના વોર્ડ નંબર-૧ના ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ કરવામાં આવ્યુ છે. ભરત શિયાળના મેન્ડેટમાં ભૂલ હતી. જ્યારે વોર્ડ નંબર-૪ના ઉમેદવાર નારણભાઇ સવસેતાનું ફોર્મ એટલા માટે રદ કરવામાં આવ્યુ કારણ કે તેમણે ત્રણ બાળકો છે. વોર્ડ નંબર-૪માં કોંગ્રેસના ડમી ઉમેદવાર રામભાઇ ઝીલરીયા ચૂંટણી લડશે. રાજકોટમાં કલેક્ટર કચેરીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી થઇ રહી છે. મતદાન પ્રક્રિયા પહેલા ભાજપ કોંગ્રેસને હરાવવાના મૂડમાં છે. ભાજપે કોંગ્રેસના મેન્ડેટ ફોર્મને લઇને વાંધો ઉઠાવ્યો હતો.

કોંગ્રેસના નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂએ કહ્યુ કે, અમે હાઇકમાન્ડને રજૂઆત કરીશું અને પછી યોગ્ય ર્નિણય લઇશું. બીજી તરફકોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થતા ભાજપે પ્રહાર કર્યા હતા. રાજકોટ ભાજપે કહ્યુ કે, કોંગ્રેસમાં મેનેજમેન્ટનો અભાવ જ કહી શકું. જે કઇ ચૂંટણી પંચની ગાઇડલાઇન અને નિયમો છે તેનો ખ્યાલ હોવો જાેઇએ. આ કેટલી ગંભીર બાબત કહેવાય. તમે જાેઇ શકો છો કે ૧૦૦ વર્ષ જૂની પાર્ટી રહી ચુકેલી કોંગ્રેસની શું હાલત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/