fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોંગ્રેસ પ્રમુખે કહ્યું ભાજપના માનસિક દબાણથી ઉમેદવારોના ફોન બંધ આવી રહ્યાં છે

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે મનપાની ચૂંટણી અંતર્ગત ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. મહત્વનું છે. રાજકોટમાં કોંગ્રેસને પ્રથમ ઝટકો લાગ્યો છે. વોર્ડ નં.૧૪ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. આ સાથે જ આજે કોંગ્રેસમાંથી વધુ એક ફોર્મ પરત ખેંચાઈ તેવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તોડજાેડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું ભાજપના માનસિક દબાણથી ઉમેદવારોના ફોન બંધ આવી રહ્યાં છે, તો ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી.

એટલે ફોન સ્વીચ ઓફ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપના ઈશારે ક્રાઇમ બ્રાંચ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોના ફોન એટલે સ્વીચ ઓફ છે કે જે રીતે ભાજપનું દબાણ થઈ રહ્યું છે. ઉમેદવારો યોગ્ય અને સેફ જગ્યા પર છે અને માનસિક દબાણથી દૂર રહેવા ફોન બંધ રાખવામાં આવી રહ્યાં છે પોલીસ ના દબાણ થી ફોર્મ પાછુ ખેંચવામાં આવી રહ્યું છે.

તો ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં જુથબંધી છે તેનું આ પરિણામ છે. કોંગ્રેસના કોઈ ઉમેદવાર મારા સંપર્કમાં નથી, ૧૨૫ વર્ષ જૂની આ પાર્ટી છે. તેમ છતાં પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી. એટલે ફોન સ્વીચ ઓફ કર્યો છે. કોંગ્રેસમાં ત્રેવડ હોય તો અમારો એક ઉમેદવાર તોડી જુએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/