fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ રેન્જ આઈજીનું ફૅક એફબી એકાઉન્ટ બનાવી હેકર્સે મિત્રો પાસેથી રૂપિયા માંગ્યા

રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંઘના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. રેન્જ આઈજી સંદીપસિંઘે પોતે જ ડમી ફેસબુક એકાઉન્ટ બન્યાની જાણ લોકોને કરી છે. સાથે જ તેમણે કહ્યુ છે કે, મારા નામે કોઈ મેસેજ આવે તો જવાબ ન આપવો અને રિકવેસ્ટ પણ ન સ્વીકારવી. કોઈ અજાણ્યા લોકો તરફથી તેમના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમના મિત્રો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાનો જેટલો સદુપયોગ છે એટલો જ દુરુપયોગ થાય છે. અનેક વખત સામાન્યથી લઈને તમામ કક્ષાના લોકો સોશિયલ મીડિયાને લઈને સાઇબર ક્રાઇમનો પણ ભોગ બનતા હોય છે.

હવે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘના નામનું ડમી ફેસબુક એકાઉન્ટ કોઈ ઈસમોએ બનાવી દેતા પોલીસ દોડતી થઈ હતી. હેકર્સે ડમી એકાઉન્ટ ઉભું કર્યા બાદ આઈપીએસ સંદીપસિંઘના તમામ લાગતા વળગતા લોકોને મેસેજ કરી રૂપિયાની માંગણી કરી હતી. આ અંગેની જાણ રેન્જ આઈજી સંદીપસિંઘને થતા જ તેઓએ પોતાના ઓર્થોરાઈઝડ એકાઉન્ટ પરથી સૂચના આપી લોકોને તેમની ઓળખ આપી કોઈ મેસેજ કે રિકવેસ્ટ આવે તો તેનો જવાબ ન આપવા અપીલ કરી હતી.

રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘનું ફેસબુક એકાઉન્ટ હેક થતાંની સાથે જ સાઇબર સેલ, ટેક્નિકલ સેલ સહિતની ટીમો કામે લાગી હેકર્સના આઇપી નંબર સહિતની તપાસ હાથ ધરી છે. સાથે જ રેન્જ આઈજી સંદીપસિંઘે પણ તેમના તમામ મિત્રોને પોતાના નામ વાળું બીજું ડમી એકાઉન્ટ બન્યાની જાણકારી આપી હતી. બાદમાં સાઇબર અને ટેક્નિકલ ટીમ તેમજ ફેસબુકમાં રિપોર્ટ કરતા ફેસબુક દ્વારા આ બનાવની ગંભીર નોંધ લઈને એકાઉન્ટ બંધ કરી દીધું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/