fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરમાં અપશુકનિયાળ મનાતું ડેપ્યુટી મેયરનું પદ

ભાવનગર શહેરમાં મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે હવે મેયર-ડેપ્યુટી મેયરના ચોકઠા ગોઠવવાના શરૂ થઇ ગયા છે અને રાજકીય સમીકરણો આગળ વધી રહ્યાં છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પદ રાજકીય કારકિર્દીમાં આગળ ધપવા માટે અપશુનિયાળ સાબિત થયું છે તેમ રાજકીય વિશ્લેષકો કહે છે. આનો સૌથી મોટો પુરાવો એ કે છે અત્યાર સુધીમાં ભાવનગર મહાનગરપાલિકામાં ૨૭ ડેપ્યુટી મેયર આવી ગયા તે પૈકી માત્ર ૩ ભાગ્યશાળી આગેવાન મેયરપદે પહોંચી શક્યા છે. બાકી મોટા ભાગનાની તો રાજકીય કારકિર્દી પર તો પૂર્ણવિરામ લાગી ગયાના કિસ્સા છે.

જે આગળ વધીને મેયર થયા. જેમાં સૌ પ્રથમ નામ આવે ચીમનભાઇ યાદવનું. ચીમનભાઇ યાદવ ૧૯૮૯માં ડેપ્યુટી મેયર હતા અને બાદમાં ૧૯૯૬-૯૭માં મેયર થયા હતા. ત્યાર બાદ વિભાવરીબહેન દવે ૧૯૯૫-૯૬માં ડેપ્યુટી મેયર હતા અને બાદમાં ૧૯૯૭-૯૮માં મેયર થયા હતા. અંતિમ અને ત્રીજાે દાખલો હમણાં જ માજી થયેલા મનહરભાઇ મોરીનો છે. જેઓ ૨૦૧૫-૧૮ સુધી ડેપ્યુટી મેયર હતા અને તાજેતરમાં પૂર્થ થેયલા કાર્યકાળ ૨૦૧૮થી ૨૦૨૦ સુધી મનહરભાઇ મેયર રહ્યાં હતા. બાકીના ૨૪ ડેપ્યુટી મેયર પૈકી મોટાભાગનાની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાના દાખલા વધુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/