fbpx
સૌરાષ્ટ - કચ્છ

લેન્ડ ગ્રેબિંગ: જામનગરમાં ખેડૂતની પોણા બે કરોડની જમીન ત્રણ શખ્સોએ પચાવી પાડી

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં આવેલ એક ખેડૂતની છ એકર જેટલી ૧.૬૬ કરોડની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્રણ શખ્સોએ જમીન પચાવી પાડી એમાં પ્લોટીંગ પાડી નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી છે. આરોપીએ કોરોડોની જમીન પચાવી પાડી દસ્તાવેજ કરી લીધોજામનગરની ભાગોળે આવેલ દરેડ ગામના લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાયેલ ફરિયાદની તપાસ હજુ અધુરી છે ત્યાં વધુ એક પ્રકરણ પોલીસ દફતરે પહોચ્યું છે. શહેરના રણજીતનગર ખોડીયાર પાન પાસે આવેલ છ એકર જેટલી જમીન પચાવી પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

શહેરના હવાઇ ચોક વિસ્તારમાં પહેતા ઇકબાલ અલારખા શેખ નામના વ્યક્તિએ પોતાના મૃતક પિતા અલ્લારખા હાજી શેખની ખેતી લાયક રુપિયા ૧,૬૬,૩૨,૫૯૪ કિંમતની જમીન પચાવી પાડી તેનો દસ્તાવેજ આરોપી રાણશીભાઇ કરશનભાઇ રાજાણી (રહે-એમ.-૪૦ બ્લોક નં.૭ લાખોટામીગ કોલોની, જામનગર) નરશીભાઇ ગોપાભાઇ કાલસરીયા (રહે-પંચેશ્વરટાવર રોડ, હિમાનીશ એવન્યુ,ફલેટ નં.૩૦૨ જામનગર)એ કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મરણ જનાર નકા મૈયા ચારણના નામે કરી લીધો હતો.

ગેર કારયદેસર સંસ્થા ઉભી કરીજ્યારે આરોપીઓએ હરેશભાઇ લક્ષ્મીદાસ પારેખ નામનું કુલમુખત્યાર નામુ કરી આપી, તેના મારફતે નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી હતી. ત્યારબાદ આરોપી રાણસીએ ગેર કાયદેસર વેચાણ ઉભુ કરી જમીન પર સંપૂર્ણ કબજાે કરી લીધો હતો. ત્યારબાદ નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશનના વહીવટદારોએ બીન ખેતી કરાવ્યા વગર અને પ્લોટીંગનો નકશો બનાવી રે.સ.નં.૧૨૨૩ પૈકી ૧ (એકર ૬ અને ૩૪ ગુઠા) જમીનને પણ આ નકશામાં આવરી લઇ પ્લોટીગ કરી આ નાગેશ્વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન મારફતે કબજા વગરના વેચાણ કરારથી વેચાણ કરી નાખ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/