મોરબીમાં ટ્રકમાં છૂપાવીને લવાતો પાંચ લાખથી વધુનો દારૂ એલસીબીએ ઝડપી પાડ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ટંકારાના મેઘપર ઝાલામાંથી એલસીબીએ રૂ.૫.૬૪ લાખનો ૧૮૮૦ બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જેમા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ચાર આરોપીઓના નામ ખૂલ્યા છે. એક ટ્રકમાં રો મટીરીયલની આડમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો. મોરબી એલ.સી.બી. ટીમ ગઇકાલે નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મેઘપર ઝાલા ગામથી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે. બન્ને મેઘપર ઝાલા, તા.ટંકારા) તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા (રહે ખીડોઇ કચ્છ)એ પરપ્રાંતમાંથી અશોક લેલન ટ્રક નંબર આરજે-૨૧-જીએ-૨૫૭૭ માં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી ઉતારવાના છે.
જેમાં એલસીબી ટીમને મળેલી ચોકકસ બાતમીના આધારે ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામથી બંગાવડી તરફ જતા કાચા રસ્તે સીમમાં દરોડો પાડતા ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ- ૧૮૮૦ (કિં.રૂ. ૫,૬૪,૦૦૦) ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન ૧ અને ટ્રક મળી કુલ કી.રૂ. ૧૫,૬૯,૦૦૦/- ના મુદામાલ કબ્જે કર્યો હતો. જેમાં પોલીસને રેઇડ દરમિયાન એક આરોપી સંતકુમાર રામુ રામ બીકનોઇ (રહે પોલાસ વીશનોઇયાન, તા.દેગાના, જી.નાગોર (રાજસ્થાન))ને પકડી પાડયો છે.
તેમજ આ કેસમાં અન્ય ચાર આરોપીઓ બલદેવરામ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા, રવિરાજસિંહ અમરસંગ કલા, યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજાનું નામ ખૂલ્યું છે. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ મોરબી એલ.સી.બી.એ ગુનો રજીસ્ટર કરાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વે જ આવડો મોટો જથ્થો ટંકારા પંથકમાં થી પકડાતા સ્થાનિક પોલીસ પોલીસ કેમ અંધારામાં રહી એ પણ મોટો સવાલ છે.
Recent Comments