fbpx
સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ મંદિર ટ્રસ્ટે શરૂ કરી વધુ એક સેવા, હવે ઘરે બેઠા ભક્તો મેળવી શકશે પ્રસાદ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીકો માટે વધુ એક સેવાનું આજે લોકાર્પણ કરાયું છે. સોમનાથ મંદિરે દેશ-વિદેશથી યાત્રીકો દર્શન કરવા માટે આવે છે, પરંતુ હાલના સમય સંજાેગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો ભગવાનનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા પોસ્ટ વિભાગ દ્વારા ભકતજનો મહાદેવની પ્રસાદી મેળવી શકશે.

આજ રોજ પ્રસાદની સુવિધા ઘેર બેઠા મેળવી શકાય તેનું ટ્રસ્ટના સેકરેટરી પીકે લહેરી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. જેમા સૌરાષ્ટ્ર કચ્છના પોસ્ટ વિભાગના ઓફીસર પણ હાજર રહ્યા હતા. પોસ્ટ વિભાગના અધીકારીએ જણાવ્યું હતું કે, દેશમાં ડોઢ લાખ પોસ્ટની ઓફીસ છે જેથી દેશભરમાં લોકો સોમનાથ મહાદેવની પ્રસાદી સહેલાઇથી મેળવી શકશે.
તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં વિદેશમાં પણ વસતા ભકતજનો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. પ્રસાદી મેળવવા માટે ભકતજન ૨૫૧ રૂપિયા પોસ્ટમાં ચૂકવી સોમનાથની પ્રસાદી મેળવી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/