fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં હોમગાર્ડ જવાનને ચાલુ વાહને પિચકારી મારતા થયો હોબાળો

રાજકોટ શહેરમાં ફરી એક વખત હોમગાર્ડનો જવાન વિવાદમાં સપડાયો છે. ચાલુ વાહને પિચકારી મારતા કાર ચાલક સાથે માથાકૂટ થયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ફરજ પર હાજર પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ કોસ્મોપ્લેક્સ સિનેમાથી થોડેક દૂર હોમગાર્ડના જવાનોને ચાલુ વાહને પિચકારી મારતા પિચકારી નજીકમાં આવી રહેલી કાર પણ ઉડી હતી. આ ઘટનામાં હોમ ગાર્ડ જવાન સાથે લોકોની મગજમારીનો વીડિયો વાયરલ થયો છે.

આ વાતને હોમગાર્ડના જવાનોને ગંભીરતાથી ન લેતા તે પોતાની મસ્તીમાં આગળ નીકળી ગયો હતો. બીજી તરફ કાર ચાલકે તેનો પીછો કરી તેને કટારીયા ચોકડી નજીક આંતરી લીધો હતો. તેમજ ચાલુ વાહને પિચકારી મારવાથી મારી કાર બગડી હોવાનું કહ્યું તેમજ કારનો અકસ્માત થતાં રહી ગઈ હોવાનું જણાવી જાહેરમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે જાહેરમાં આ પ્રકારની બબાલ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કટારિયા ચોકડી પાસે ફરજ પર હાજર રહેલા કેટલાક પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. ત્યારે પોલીસ જવાનોએ મધ્યસ્થી કરતા આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ હોમગાર્ડ જવાન તેમજ કારચાલકો વચ્ચે થયેલ બબાલનો કોઈએ વીડિયો શૂટ કરી લેતા હાલ તે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આગળ પણ બે જેટલા જીઆરડી જવાનો વિવાદમાં સપડાયા હતા. થોડા મહિનાઓ પૂર્વે રાજકોટ ગ્રાધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસે હની ટ્રેપ મામલે એક મહિલા એએસઆઈની ધરપકડ કરી હતી. જે મામલે પોલીસે અગાઉ બે જી.આર.ડી જવાન અને એક દંપતી સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ લોકોએ મોરબીના ફરસાણના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ મામલે પોલીસે બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા છજીૈં તૃષાબેન પટેલ નામના પોલીસકર્મીની ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/