fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલના રીબડા પાસે કોન્ટ્રાક્ટર અને તેમના કર્મચારીઓ પર માથાભારે શખ્સોનો હુમલો


રોડ બનાવતી કંપનીના માણસો પર હુમલોઃ ‘યહા ર્સિફ રાજદીપ કન્સ્ટ્ર્‌કશન કા રાજ ચલચતા હે, દોબારા મત આના

રાજકોટ જિલ્લામાં ફરી એક વખત માથાભારે શખ્સોનો આતંક સામે આવ્યો છે. ગોંડલના રીબડા પાસે કોન્ટ્રાક્ટર અને તેમના કર્મચારીઓને માથાભારે શખ્સો દ્વારા મારી જણાવવામાં આવ્યું છે કે, ” યહાં ર્સિફ રાજદીપ કન્સ્ટ્રકશન કા રાજ ચલતા હૈ, દુબારા ઇધર આના મત” સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનારા હરીશચંદ્ર નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, હું એવરેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ નામની કંપનીમાં પેવર મસીનમાં ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરું છું. હાલ કંપની દ્વારા રાજકોટ થી જેતપુર રોડ ઉપર ડામર રોડ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ હોય જેથી હું તથા કંપનીના માણસો કામ કરીએ છીએ. ૩ માર્ચ ૨૦૨૧ ના રોજ રાજકોટ થી ગોંડલ જતાં નેશનલ હાઈવે રોડ ઉપર રીબડા ગામ પાસે હાઈવે ઉપર ડામર બનાવવાનું કામ ચાલુ કરેલ હતું.

ત્યારે રાત્રીના આશરે ૧૧ થી ૧૧ઃ૧૫ વાગ્યા આસપાસ કામના સ્થળે હાજર હતા. તે દરમિયાન સફેદ કલરની સ્કોર્પિયો ગાડી તેમજ બીજી એક ગાડી અમારી પાસે આવી હતી તેમાંથી દરેક માણસો ઉતર્યા હતા. તેમની પાસે હાથમાં લાકડાના ધોકા હતા. હું બીજું કંઈ સમજે તે પહેલા તેઓ મારી પાસે આવી એક સંપ થઇ બેફામ ગાળો દેવા લાગ્યા હતા. તો સાથે જ જાેરજાેરથી બોલતા મને હિન્દીમાં કહ્યું હતું કે, ” યહા હમારા રાજ ચાલતા હૈ, તુમકો કોન્ટ્રકટ કિસને દિયા હૈ “, તેમ કહી મને બધા બેફામ આડેધડ રીતે બંને હાથમાં પગમાં વાસમાં લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અમારી કંપનીના માણસો મને છોડાવવા વચ્ચે પડતાં તેઓને પણ લાકડાના ધોકા તથા ઢીકા પાટું નો માર મારવામાં આવ્યો હતો.

અમને જે લોકોએ માર માર્યો તે લોકોને હું ઓળખતો નથી. ત્યારબાદ આ લોકોએ મને તથા કંપનીના માણસો ને હિન્દીમાં કહ્યું હતું કે, ” યહા ર્સિફ રાજદીપ કન્સ્ટ્ર્‌કશન કા રાજ ચલચતા હે, દોબારા મત આના “, સમગ્ર મામલે બીજા પહોંચવાના કારણે ગોંડલની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ક્રિષ્ના હોસ્પિટલ માં સારવારમાં લાવવામાં આવેલ છે. અને બંને હાથમાં તથા જમણા પગમાં ફેક્ચર પણ થયેલ છે તેમજ મુંઢમાર ની ઈજાઓ પણ પહોંચેલ છે. તેમજ સાથેના માણસોના શરીરે સામાન્ય ઈજાઓ પણ થયેલી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/