fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં નિવૃત્ત એએસઆઇ અશોક ઘેલાણીનું કોરોનાથી અવસાન

શહેર પોલીસના નિવૃત એએસઆઇ અશોકભાઇ પન્નાલાલ ઘેલાણીનું મોડી રાત્રે કોરોનાથી અવસાન થયું હતું. અશોકભાઇનો અઠવાડિયા પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેશનમાં રહી સારવાર લેતા હતા. છેલ્લા બે દિવસથી અચાનક જ તબિયત બગડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગતાં ગઇકાલે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લેતાં પરિવારજનો, સ્નેહીઓ અને પોલીસબેડામાં શોક છવાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે નોકરીના કાર્યકાળ દરમિયાન તેમણે ક્રાઇમ બ્રાંચ, પોલીસ કન્ટ્રોલરૂમ અને છઝ્રમ્માં પ્રશંસનીય કામગીરી કરી હતી.

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં જાહેર થયા બાદ રાજકોટ પોલીસ, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. રાજકોટમાં પ્રથમ કેસ પોઝિટિવ જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ કરવા, પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ કરી ક્વોરન્ટીન કરવા તેમજ લોકડાઉન અને અનલોક દરમિયાન સતત પોલીસ જવાનો અને અધિકારીઓ ખડેપગે રહેતા હતા. આ સમય દરમિયાન રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમની પણ મહત્વની ભૂમિકા રહી હતી કંટ્રોલરૂમની અંદરથી સતત સીટીટીવી કેમેરા મારફત મોનીટરિંગ કરી ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવતી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/