fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોરોના નેગેટીવ રિપાર્ડ વગર મુંબઈથી જૂનાગઢ આવેલા ૭ ઈસમોની ધરપકડ

જૂનાગઢ રેલવે પોલીસે મુંબઈથી પ્રવાસ કરીને આવતા સાત જેટલા લોકોની અટકાયત કરી છે. કોરોના સંક્રમણ વધવાને કારણે રાજ્ય સરકારે અન્ય રાજ્યોમાંથી મુસાફરી કરીને ગુજરાત આવતાં પ્રત્યેક મુસાફરો પાસે બે દિવસ અગાઉ જે તે રાજ્યમાં કરાવેલો કોરોના નેગેટિવ રિપોર્ટ રાખવાનો ફરજિયાત બનાવવામાં આવ્યો છે જેનો અમલ જૂનાગઢ રેલવે સ્ટેશન પર થતો જાેવા મળ્યો મુંબઈથી આવેલા સાત જેટલા લોકો પાસે આ પ્રકારનો નેગેટિવ રિપોર્ટ નહીં હોવાને કારણે રેલવે પોલીસે તમામ સાતેય પ્રવાસીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાનું સંક્રમણ સતત ભય જનક રીતે આગળ વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવતા પ્રવાસીઓ કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગુજરાત સરકારે કેટલાક નિયમો લાગુ કર્યા છે, જે મુજબ કોઈપણ વ્યક્તિ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતી હોય ત્યારે આવી તમામ વ્યક્તિઓએ જે તે રાજયમા બે દિવસ અગાઉ કરાયેલો કોરોના નેગેટિવ રિપોર્ટ મુસાફરી દરમિયાન રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે મુંબઈ થી જુનાગઢ આવેલા સાત જેટલા લોકો પાસે આ પ્રકારનો રિપોર્ટ નહીં હોવાને કારણે રેલવે પોલીસે તમામ સાત મુસાફરો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/