fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં વેક્સીન નહીં તો વ્યાપાર નહીં

રાજકોટના જિલ્લા ક્લેક્ટર રેમ્યા મોહને એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં આવતી છ નગરપાલિકાના વિસ્તારમાં વેપારી, મજૂર, કારીગર તેમજ છૂટક વેપારીઓ પર વેક્સીન લેવાને લઈને ભાર મૂકવામાં આવ્યો છે. ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને જેતપુર સહિત તમામ જગ્યાએ વેપારીઓએ વેક્સીન લીધી હશે કે સ્ટાફે વેક્સની લીધી હશે તો કોઈ સરળતાથી વ્યાપારી પ્રવૃતિ કરી શકશે.

પણ જાે વેક્સીન નહીં લીધી હોય તો વેપારી, સ્ટાફ તથા તમામ પ્રકારના ધંધાર્થીઓએ છેલ્લા દસ દિવસનો કોરોનાનો રીપોર્ટ ફરજિયાત પણે સાથે રાખવાનો રહેશે. એ દસ દિવસ પૂરા થયા બાદ ફરી નવો રીપોર્ટ કરાવી એને સાથે રાખવાનો રહેશે. જાે વ્યક્તિએ વેક્સીન નહીં લીધી હોય અને આ રીપોર્ટ પણ સાથે નહીં હોય તો તે કોઈ વ્યાપારી પ્રવૃતિ નહીં કરી શકે. દુકાન પણ નહીં ખોલી શકે. શાકભાજીના વેપારી, છૂટક માલના વેપારી, હોટેલ માલિક, રેસ્ટોરાં માલિક, હોટેલ સ્ટાફ, રેસ્ટોરાં સ્ટાફ, ગાર્ડ, કારીગરો, ઈલેક્ટ્રિશિયન, શોપિંગ મોલમાં મોટી દુકાન ધરાવતા માલિક, સ્ટાફ તથા અન્ય તમામ વેપારીઓનો સમાવેશ આ યાદીમાં થાય છે. રાજકોટ જિલ્લા એડિશનલ ક્લેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, આવું જાહેરનામું બહાર પાડવા પાછળનો હેતું વધુને વધુ લોકો વેક્સીન લે એ છે.

રાજકોટ જિલ્લાના ઘણા એવા સેન્ટર છે જ્યાં લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ પણ લીધો નથી. રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓમાં પોલીસ તરફથી વેપારીઓ પાસે વેક્સીનનું પ્રમાણપત્ર છે કે નહીં અથવા કોવિડના ૧૦ દિવસનો રીપોર્ટ છે કે નહીં એની તપાસ થશે. જે નાના-મોટા વેપારીઓ પાસે આ વસ્તુ નહીં હોય અથવા વેક્સીન લીધાનું પ્રમાણપત્ર નહીં હોય તો પોલીસ કેસ કરી કાર્યવાહી કરાશે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા લોકો ખોટી માન્યતાને કારણે વેક્સીન લેવાનું ટાળી રહ્યા છે. યુવાનો સમજે છે પણ એના વડીલો સમજતા નથી. ખાસ કરીને ધીમા વેક્સીનેશનને વેગ આપવા માટે આ પ્રકારનો ર્નિણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને પછાત વિસ્તાર, ફેરિયા, શાકભાજી વાળા, ડ્રાઈવર્સ તથા છૂટક માલના વેપારીઓ વેક્સીન લેવામાં નીરસતા દાખવી રહ્યા છે. ક્લેક્ટર કચેરીની એક ટીમ સતત એમના સંપર્કમાં છે અને વેક્સીન અંગે વાતચીત કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/