fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ ભાવનગર હાઈવે પર કાર પલટી ખાતા ૧નું મોત

રાજકોટ-ભાવનગર હાઈવે પર વીરનગર ગામ પાસે ગોળાઇમાં રાત્રે બે વાગ્યે ટાટા નેક્સોન કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર રોડ પર ચાર ગોથા ખાઈ ગઈ હતી અને બાજુના ખેતરમાં ઉછળીને પડી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર મહેક ઉમેદભાઈ મકવાણા (ઉં.વ. ૩૨)નું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાર્થ રાજનાથસિંહ, હરદીપસિંહ અને ધ્રુવરાજસિંહને ગંભીર ઈજા પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઇજા ગંભીર હોવાને કારણે ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ૧૦૮ની દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. મહેક તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો છે. આ ચારેય મિત્રો જસદણ ભજનમાં આવતા હતા. ત્યારે વીરનગર પાસે અકસ્માત નડ્યો હતો. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનના ઁજીૈં કે.પી. મેતા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના વીરનગર ગામ પાસે ગત મધરાતે કાર પલટી મારી ચાર ગોથા ખાઈ ખેતરમાં જઇને પડી હતી. જસદણ ભજનમાં જતા ચાર મિત્રોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતથી રાત્રે આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે જસદણ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/