fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે

રાજકોટના સુભાષનગરમાં રહેતા અખ્તરભાઇ અમનભાઇ સબાટી (ઉ.વ.૫૨) મે મહિનામાં બીમારીમાં પટકાયા હતા, સ્થાનિક તબીબની ભલામણથી આરટીપીસીઆર રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો, તબિયત લથડતાં રિપોર્ટના બે દિવસ બાદ તા.૫ મેના તેમને શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હતો, તબીબે સીટી સ્કેન કરાવ્યું હતું જેમાં પણ કોરોના નેગેટિવ દર્શાતું હતું. વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા દિવસે પ્રૌઢને કોરોના વોર્ડમાં શિફ્ટ કરાયા હતા અને તા.૧૬ મેના તેમનું મૃત્યુ થયું હતું. દર્દીની સારવાર કરી રહેલા હોસ્પિટલના ડો.મિલન ભંડેરીએ ડેથ સર્ટિફિકેટ આપ્યું તેમાં મૃત્યુના કારણમાં કોરોના હોવાનું દર્શાવ્યું હતું. કોરોનાના મૃતકોને સરકારે આર્થિક સહાય જાહેર કરતા મૃતકના પત્ની ગુલનાઝબેન ડેથ સર્ટિફિકેટ સાથેના પુરાવા સાથે મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા ગયા હતા

ત્યારે તે કચેરીના સ્ટાફે કોરોના પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ આપવાનું કહેતા ગુલનાઝબેન વોકહાર્ટ હોસ્પિટલે પહોંચ્યા હતા અને ડો. ભંડેરીને મળીને પૂછતાં તેમણે અખ્તરભાઇને કોરોના નહોતો પરંતુ તેની તેમની સ્થિતિ તેવી હોવાથી તેમને કોરોનાની ટ્રીટમેન્ટ આપી હતી અને ડેથ સર્ટિફિકેટમાં પણ એ જ કારણ દર્શાવ્યાનું કહ્યું હતું. હોસ્પિટલ પાસે દર્દીનો કોરોના પોઝિટિવ દર્શાવતો એકપણ રિપોર્ટ નહી હોવાથી માહોલ તંગ થઇ ગયો હતો અને થોડીવાર માટે હોસ્પિટલમાં ધમાલ મચી ગઇ હતી. ગુલનાઝબેને આક્ષેપ કર્યો હતો કે, દર્દી કોરોના પોઝિટિવ નહોતો તો તેમને કોરોના વોર્ડમાં શા માટે દાખલ કરવામાં આવ્યા હતા, શા માટે ૧૧ દિવસ સુધી પરિવારજનોને મળવા દીધા નહોતા એટલું જ નહીં, મૃતકની અંતિમવિધિ પણ કોરોના ગાઇડલાઇનથી કરી નાખવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલના ડો.મિલન ભંડેરીએ જણાવ્યું હતું કે, અખ્તરભાઇ સબાટીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની સાથે રહેલો સીટી સ્કેનનો રિપોર્ટ તપાસ્યો હતો, આરટીપીસીઆર નેગેટિવ હતો પરંતુ સીટી સ્કેન મુજબ સિટી સ્કોર ખરાબ હોવાથી તેમને કોરોનાની સારવાર આપી હતી અને ડેથ સર્ટિફિકેટમાં પણ જે સારવાર આપી તે મુજબ જ કોરોનાનું કારણ દર્શાવ્યું છે, દર્દીને કઇ સારવાર આપવી તે તબીબ જ નક્કી કરે ને?,

સરકારી તંત્ર તે વાત ન સ્વીકારે તે બાબત માટે ડોક્ટર જવાબદાર નથી. મામલતદાર કે.એલ.ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોનાના મૃતકોને સહાય માટેના ફોર્મની કામગીરી ચાલુ છે, નિયમાનુસાર અરજદાર ફોર્મની સાથે જે ડેથ સર્ટિફિકેટ રજૂ કરે છે તે ડેથ સર્ટિફિકેટમાં દર્શાવેલું કારણ માન્ય રાખવાનું છે, અખ્તરભાઇના પ્રકરણમાં પણ જાે ડેથ સર્ટિફિકેટમાં કોરોના દર્શાવાયું હોય તો તે ફોર્મ રદ કરવાનો કોઇ મુદ્દો નથી.શહેરના સુભાષનગરમાં રહેતા પ્રૌઢના કોરોના અંગેના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, ૧૨ દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું ત્યારે વોકહાર્ટ હોસ્પિટલના તબીબે ડેથ સર્ટિફિકેટમાં કોરોના પોઝિટિવ દર્શાવ્યું હતું. મૃતકના પરિવારજનો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાયનું ફોર્મ ભરવા ગયા ત્યારે તંત્રે ઉડાઉ જવાબ આપીને કોરોના પોઝિટિવનો રિપોર્ટ માગતા પ્રૌઢનું કોરોનાથી મૃત્યુ થયું હતું કે અન્ય બીમારીથી તેવા અનેક સવાલો ઉઠ્‌યા હતા અને આ મામલે હોસ્પિટલમાં ધમાલ થઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/