fbpx
સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરમાં આખલા પર એસિડ એટેક થતાં વિહીપ, બજરંગદળમાં રોષ

એકાદ માસ પૂર્વે મેમણવાડા વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ૮ થી ૧૦ જેટલી ગાય પે એસિડ એટેક થયાનું સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કીર્તિમંદિર પોલીસ મથકે આવેદન પાઠવી ગાય પર એસિડ એટેક કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજુઆત કરી હતી આમછતાં શખ્સો ઝડપાયા ન હતા, જેથી આ કાર્યકર્તાઓએ વધુ એક વખત એસપીને આવેદન પાઠવી ગાય પર એસિડ એટેક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

પરંતુ હજુ સુધી શખ્સો ઝડપાયા નથી ત્યારે તાજેતરમાં વેકુડી પ્લોટ વિસ્તારમાં એક આખલા પર એસિડ એટેક થયો હોવાનું સામે આવ્યું છે. હિન્દૂ સંગઠનના બાબુભાઇ ગોરાણીયા, નિલેશ કિશોર સહિતના આગેવાનોએ રોષ વ્યકત કર્યો છે અને જણાવ્યું છેકે કેટલાક આવારા તત્વો અબોલ પશુઓ પર એસિડ છાંટી ઈંજાઓ પહોંચાડે છે, શાંત વાતાવરણ ને ડહોળવાનો પ્રયાસ કરે છે. કાર્યકરો દ્વારા મિટિંગ યોજી આવનારા સમયમાં જાે ગાય પર એસિડ એટેક કરનાર તત્વો નહિ ઝડપાઇ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં એકાદ માસ પહેલા ગાય પર એસિડ એટેક મામલે હજુસુધી પોલીસ આવારા તત્વોને પકડી શકી નથી ત્યારે વેકુડી પ્લોટમાં એક આખલા પર એસિડ એટેકની ઘટના સામે આવતા વિહિપ, બજરંગદળના કાર્યકરોમાં રોષ ફેલાયો છે.પોરબંદરમાં અબોલ પશુઓ પર એસિડ એટેકની ઘટના સામે આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/