fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના ભવનાથમાં મોડી રાત્રે વનરાજ આંટો મારતા નજરે પડ્યા

હાલ શિયાળાની સિઝન ચાલી રહી હોવાથી કડકડતી ઠંડી પડી રહી છે. તેમાં પણ ગીરનારની ગોદમાં વસેલા જૂનાગઢ મહાનગરમાં તો કાતિલ ઠંડી પડી રહી હોવાથી રાત્રીના સમયે લોકો બહાર નીકળવાનું રીતસર ટાળી રહ્યા છે. એવા સમયે જંગલનો રાજા કહેવતો સિંહ મહાનગરના ભવનાથ વિસ્તારમાં પહોંચી આંટાફેરા કરી રહ્યાનો એક મીનિટનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જાેવા મળતા મુજબ એક સિંહ જૂનાગઢ મહાનગરના ભવનાથ વિસ્તારમાં આવી ચડી મુખ્ય રસ્તા પર લટાર મારી રહ્યો હતો.

આ સમયે તે રસ્તા પરથી પસાર થઈ રહેલા કોઈ કાર ચાલક સિંહને જાેઈ અચંબિત બની ગયો હતો. જાેકે, કારમાં સવાર શખ્સએ પોતાના મોબાઈલમાં સિંહ આંટાફેરા કરી રહ્યાના દ્રશ્યો કેદ કરી લીધા હતા. સિંહ લટાર મારતો મારતો રસ્તા પરથી ફરી જંગલ તરફ નીકળી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો ભવનાથ વિસ્તારમાં સિંહ આવી ચડયાના સમાચાર વાયુવેગે મહાનગરમાં પ્રસરી જતા અમુક લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, ખોરાકની શોધમાં જૂનાગઢ મહાનગરના ભવનાથ અને તેની આસપાસના વિસ્તારમાં ગીરનારના જંગલમાંથી અનેકવાર સિંહો આવી ચડતા જાેવા મળ્યા છે. અગાઉ એક હોટલમાં સિંહ લટાર મારી ગયાનો વીડિયો સામે આવ્યો હતો.

આ ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તારમાં તો છાશવારે સિંહો આવી ચડી પશુ મારણ અને લટાર મારતા હોવાનો દ્રશ્યોનો સામે આવતા જાેવા મળે છે. ત્યારે આજે કડકડતી ઠંડીમાં સિંહ ભવનાથ વિસ્તારમાં ચડી આવી આંટાફેરા કરતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં કડકડતી ઠંડીમાં વનરાજની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો કોઈ કાર ચાલકએ તેના મોબાઈલમાં કેદ કર્યો હોવાનું જણાઈ રહ્યુ છે. આ સમાચાર વાયુવેગે મહાનગરમાં પ્રસરી જતા અનેક લોકો સિંહ જાેવા ભવનાથ પહોંચી ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/