fbpx
સૌરાષ્ટ - કચ્છ

હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ અકસ્માતમાં મૃત્યુ પામેલાનું પીએમ કરવાની ના પાડી

ભીમગઢ ગામના ૫૫ વર્ષીય ખેડૂત ધનજીભાઈ ઓઘડભાઈ ઝાંપડિયા ભત્રીજા પ્રવીણભાઈ, ભત્રીજી કૈલાશબહેન સાથે સવારે ટ્રેક્ટર લઈને રાજકોટ નજીક પીપળિયા ગામે રહેતી દીકરીને ત્યાં જઈ રહ્યા હતા. આ સમયે આઇશર ટ્રકની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. કોઈએ ‘૧૦૮’ને જાણ કરતાં પ્રથમ ઈજાગ્રસ્તને ખાનગી હૉસ્પિટલે લઈ જવાયા હતા. ધનજીભાઈ ઉપર ટ્રક આવી જતાં રસ્તો બ્લોક કરી ક્રેનથી બહાર કઢાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. ‘૧૦૮’ દ્વારા સરકારી હૉસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ લાવતાં હડતાળને કારણે મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં ૨.૫ કલાક સુધી રઝળ્યો હતો.

સેવાભાવી હરેશભાઈ ચૌહાણ સહિતનાએ કલેક્ટર, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવતા અંતે આરોગ્ય વિભો મહિલા ડૉક્ટરને મોકલી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. તબીબોની હડતાળનો ચોથો દિવસ વિતવા છતા કોઇ નિકારણ ન આવતા દર્દીઓએ ધીરજ ગુમાવી હતી. સારવાર માટે ગાંધી હોસ્પિટલે દોડી આવેલા દર્દીઓએ રોષ સાથે જણાવ્યું હતુ કે, નર્સિંગ સહિતનો સ્ટાફ હાજર રાખો છો અને સારવાર કરતા નથી. ધ્રાંગધ્રા દર્દી સાથે આવેલા વિજયભાઈ ભરવાડ અને કમલેશભાઇ વગેરે જણાવ્યું કે, ૨ દિવસથી સારવાર માટે આવીએ છીએ પણ અહીં નર્સ સ્ટાફ, પટ્ટાવાળા સહિતના સ્ટાફ હાજર હોય ડોક્ટર નથી તો અમે કેમ દવા કે સારવાર આપીએ તેવુ જણાવે છે. ગાંધી હોસ્પિટલના મુખ્ય દરવાજાઓને તાળા મારી દો. જ્યારે ૧ કિશોરને એકાએક આંચકી આવતા સારવાર માટે લાવતા તેને પણ સારવાર મળી ન હતી. અમે સુરેન્દ્રનગર શાંતિનગરમાં રહીએ છીએ. અમારી અઢી વર્ષની દેવાંશીને કૂતરું કરડ્યું એટલે ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગુરુવારે આવજાે તેવું કહ્યું હતું. જ્યારે ગુરૂવારે આવ્યા હોત હડતાલના કારણે દીકરીને સારવાર નહીં મળે તેવું જણાવવામાં આવે છે.

મારું નામ લાલજીભાઈ વેલાભાઈ ભરવાડ છે. હું ધ્રાંગધ્રા રહું છું. મને હિમોફિલિયાની બીમારી છે. તેની સારવાર માટે ગાંધી હોસ્પિટલે અવારનવાર આવું છું. જેમાં મને સમયાંતરે ફેકટ નામનું ઇન્જેકશન લેવું પડે છે. ૪-૫ દિવસમાં આ ઇન્જેકશન ન મળે વધુ તબિયત બગડે છે. આ હોસ્પિટલમાં ૨ દિવસથી ધક્કા ખાઉ છું, મને કહે છે કે બહારથી ઇન્જેકશન લઇ લો. બહારથી ઇન્જેકશન લઇએ તો ૨૦,૦૦૦ જેટલો ખર્ચ થાય છે અને આ હોસ્પિટલ સિવાય મળતું નથી. હડતાળના પગલે જિલ્લામાં દરરોજ ૨૫૦૦થી વધુ ઓપીડીને અસર પડે છે. હડતાળના ચોથા દિવસે યાત્રાધામ ચોટીલાના સરકારી તબીબોએ માનવતા નેવે મૂકી, મોતનો મલાજાે જાળવવાનું પણ ચૂક્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા આધેડના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવાનો હડતાળિયા તબીબોએ જડતાથી ઇનકાર કરતાં અઢી કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો. લાંબી સમજાવટ પછી પણ ડૉક્ટરોએ અક્કડ વલણ છોડ્યું નહોતું અને આખરો જિલ્લા કલેક્ટરે કાયદાનું ભાન કરાવવાનું કહેતાં આરોગ્ય વિભાગે મહિલા તબીબને મોકલ્યાં હતાં. ત્યાર પછી સવારે ૭ વાગ્યે આવેલા મૃતદેહનું ૯.૩૦ વાગ્યે પોસ્ટ મોર્ટમ કરાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/