fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરના ગણેશ રણની શાળાની બસોની હાલત ખરાબ

સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં ગણેશ રણમાં આવેલી ચાર બસ-શાળા પૈકી એક રણ બસ-શાળામાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી પગથિયાં જ નથી. તો વધુમાં ગણેશ રણ શાળાની ચારેય બસોની બેટરીમાં પાણી જ ન હોવાથી ૪૫ ડિગ્રી તાપમાનમાં ચારેય બસોના પંખા બંધ હાલતમાં છે. ચારેય બસ શાળાઓ આ વર્ષે એક જ જગ્યાએ મુકેલી હોવાથી ચાર બસ શાળામાં સમખાવા પુરતા માત્ર ૧૫-૧૭ અગરિયા બાળકો જ અભ્યાસ કરતા હોવાની ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે અને વધુમાં રણમાં મધ્યાહ્ન ભોજન યોજના બંધ હોવાથી અગરિયા બાળકો કાળઝાળ ગરમીમાં ભૂખ્યાં નજરે પડ્યાં હતા. આથી સમસ્ત અગરિયા સમુદાયના અગ્રણીઓએ સરકારને પત્ર લખ્યો છે કે, છેવાડાના માનવી ગણાતા એવા ગરીબ અને પછાત અગરિયાના બાળકોને સારૂ શિક્ષણ આપો.તો અગરિયા બાળકોની શિક્ષણની ગાડી ક્યાંથી પાટે ચઢે.

વધુમાં ગણેશ રણ શાળાની ચારેય બસોની બેટરીમાં પાણી જ ન હોવાથી ૪૫ ડિગ્રી તાપમાનમાં ચારેય બસોના પંખા બંધ હાલતમાં છે. ચારેય બસ શાળાઓ આ વર્ષે એક જ જગ્યાએ મુકેલી હોવાથી ચાર બસ શાળામાં સમખાવા પુરતા માત્ર ૧૫-૧૭ અગરિયા બાળકો જ અભ્યાસ કરતા હોવાની ચોંકાવનારી હકીકતો પણ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના વેરાન રણ વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો રાત-દિવસ ૨૪ કલાક મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. પોતાના બાળકો સહિતના પરિવારજનો સાથે વર્ષના આઠ મહિના કંતાનના ઝુંપડામાં રહીને છેવાડાના માનવી ગણાતા અગરિયા સમુદાય દુનિયાથી અલિપ્ત રહીને પરંપરાગતરીતે પેઢી દર પેઢી મીઠું પકવવાનું કામ કરે છે. ત્યારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અગાઉ રણમાં તંબુ શાળામાં અને હવે જૂની ખખડધજ બસોને મોડીફાય કરીને રણ બસ શાળામાં અગરિયા બાળકોને શિક્ષણનું ભાથું પુરૂ પાડવામાં આવે છે. પરંતુ ગત વર્ષે રણમાં અલગ-અલગ બસ શાળા મૂક્યા બાદ આ વર્ષે રણમાં વિવિધ સ્થળે ચાર બસ શાળાઓ મૂકી કચ્છના નાના રણમાં કુલ ૩૦ રણ બસ-શાળામાં ૪૦૦થી વધુ અગરિયા ભુલકાઓને પ્રાથમિક શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ દિલ્હીની સરખામણીએ ગુજરાતનાં શિક્ષણની સ્થિતિ વિશેના સવાલ પર ભડકીને ભાંગરો વાટ્યો હતો કે, જેમને ગુજરાતમાં શિક્ષણ સારૂ ન લાગતું હોય તે જે દેશ, રાજ્યમાં સારૂં લાગે ત્યાં જતા રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/