fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છ જિલ્લામાં તા ૧૮ થી ૨૨ એપ્રિલ -૨૦૨૨ સુધી તાલુકા આરોગ્ય મેળા યોજાશે

કચ્છ જિલ્લામાં તા ૧૮ થી ૨૨ એપ્રિલ -૨૦૨૨ સુધી તાલુકા આરોગ્ય મેળા યોજાશે

ભુજ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ સૌના આરોગ્યની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ૨૦૧૭ની પરિકલ્પનાના ધ્યેયો હાંસલ કરવા માટે કચ્છ જીલ્લાના તમામ તાલુકા દીઠ એક આરોગ્ય મેળાનું આયોજન આગામી તા ૧૮ થી ૨૨ એપ્રિલ -૨૦૨૨ દરમ્યાન કરછ જીલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર કરવામાં આવેલ છે.

આરોગ્ય વિભાગ કચ્છ આ મેળામાં કેમ્પ દરમ્યાન લોકોના આરોગ્યની સુખાકારી માટે જાગૃતતા લાવવાના પ્રયત્નો કરશે. સાથે સાથે આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય/ મા યોજના (આયુષ્યમાન કાર્ડ), હેલ્થ ઓળખ કાર્ડ જેવી લોક ઉપયોગી યોજનાઓની લોકોમાં જાગૃતતા લાવી વધુમાં વધુ લાભાર્થી આ યોજનાનો લાભ લે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

કેમ્પમાં આરોગ્ય યોજનાના કાર્ડ પાત્રતા ધરાવતા લાભાર્થીને જરૂરી આધારો રજુ કરેથી બનાવી આપવામાં આવશે. તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ, મોતિયાનું નિદાન અને ઓપરેશન બાબતનું આયોજન, અંગદાન નામ નોંધણી વગેરેનું પણ આયોજન કરવામાં આવશે અત્રે એ નોંધવું જરૂરી બને કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ SECC ૨૦૧૧માં નિયત માપદંડ ધરાવતા તમામ લાભાર્થી, ગરીબી રેખા હેઠળના મા યોજનાના લાભાર્થી, વાર્ષિક કુટુંબ દીઠ ૪ લાખ થી ઓછી આવક ધરાવતા, વાર્ષિક કુટુંબદીઠ ૬ લાખ ઓછી આવક ધરાવતા કુટુંબના સીનીયર સીટીઝન સહીત સરકાર દ્વારા વખતોવખત નક્કી થયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

આ યોજના હેઠળ કુટુંબદીઠ વાર્ષિક ૫ લાખ સુધીની સારવાર આ યોજના સાથે જોડાયેલ હોસ્પિટલો પાસે વિનામૂલ્યે મેળવી શકે છે. જુલાઈ -૨૦૨૨ થી આજ દિવસ સુધી કુલ ૧૩૮૭૧ જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે. જે પેટે રૂ. ૩૨ કરોડથી વધુનો ખર્ચ કચ્છ જીલ્લા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

આ મેળામાં આરોગ્ય વિભાગની સાથે સાથે સરકારના અન્ય વિભાગ જેવા કે Food Safety and Standard Authority (FSSAI), રમતગમત વિભાગ, આયુષ વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ,માહિતી અને પ્રસારણ વિભાગ, સંકલિત બાળ વિકાસ વિભાગ વગેરે દ્વારા હેલ્થ મેળા મધ્યે લોકોમાં આરોગ્યની જાગૃતતા લાવવા પ્રદર્શની, ખોરાક સબબ માર્ગદર્શન, શારીરિક તંદુરસ્તી અને ફીટ ઇન્ડિયા કેમ્પેઈન વગેરે બાબતે સરકારના વિવિધ વિભાગોની યોજનાંઓની જાગૃતતા લાવવા પ્રયત્નો કરશે.

આ તાલુકા આરોગ્ય મેળાની વધુ માહિતી માટે નજીકના સરકારી પ્રા.આ.કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર કે તાલુકા આરોગ્ય કચેરીનો સમ્પર્ક સાધી શકાય છે. વધુ માં વધુ કચ્છીજનો આ તાલુકા આરોગ્ય મેળાનો લાભ તેવી અપીલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનક માઢક દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ સૌના આરોગ્યની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ૨૦૧૭ની પરિકલ્પનાના ધ્યેયો હાંસલ કરવા માટે કચ્છ જીલ્લાના તમામ તાલુકા દીઠ એક આરોગ્ય મેળાનું આયોજન

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/