fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છથી રતનપર અને ન્યારા આવેલી ૨૦૦૦ ગાયો માટે અનુદાનની અપીલ – રમેશભાઈ ઠક્કર કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન-રાજકોટ દ્વારા ગાયોનાં નિરણ માટે દાતાઓ-ગૌપ્રેમીઓને અપીલ

રાજકોટ કચ્છથી રતનપર અને ન્યારા આવેલી ૨૦૦૦ ગાયો માટે અનુદાનની અપીલ – રમેશભાઈ ઠક્કરકરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન-રાજકોટ દ્વારા ગાયોનાં નિરણ માટે દાતાઓ-ગૌપ્રેમીઓને અપીલ  કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાનાં પશુ પાલકોની ગાયોને પશુ પાલકો ૭ થી ૮ માસ વન વગડામાં ચરાવવા લઈ જાય છે, પરંતુ આ ગરમીનાં  ૪-૫ માસ સુધી ગાયોને ચરવા માટે કંઈ જ મળતું નથી. કચ્છનાં ઉનાળાની કાળ વરસાવતી ગરમીમાં ગાયોને ચરાવવા માટે બહાર લઈ જઈ શકાતી નથી. પશુઓને થોડી શીતળ છાયા અને પૂરતું ભોજન મળી રહે તે માટે કચ્છનાં માલધારીઓ પોતાના પશુઓને સૌરાષ્ટ્રની ઉદાર ધરતી પર લઈ આવે છે. હાલના સમયમાં રતનપરમાં ૮ માલધારી પરિવારો પોતાની બે હજાર જેટલી ગાયો સાથે પધાર્યા છે. આ ગાયોનાં ઘાસચારા માટે અનુદાનની અપીલ કરવામાં આવે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન –રાજકોટનાં સંપર્ક થકી અથવા વ્યક્તિ ઈચ્છે તો હાલમાં રતનપરમાં વસતા માલધારીઓનાં સીધા સંપર્ક દ્વારા પણ અનુદાન કરી શકે છે.  ગયા વર્ષે લીલું ઘાસ 65 રૂપિયા આસપાસ હતું જે આજે વધીને 75 થી 80 રૂપિયા થયું છે, સુકું ઘાસ 200 રૂપિયા આસપાસ હતું જે આ વર્ષે 250થી 300નાં ભાવે મળી રહ્યું છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે ગાયોના નિભાવમાં સમસ્યા થઈ રહી છે.

આ માટે દર વર્ષે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન -રાજકોટ દ્વારા રાપર તાલુકાનાં પાંચ ગામો આડેસર, નાગપુર, લોદ્રાણી, ખાંડેકમાં ઉનાળાનાં સમયમાં ગાય માતાનાં ઘાસચારા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ માટે સમાજનો સહયોગ કાયમ રહ્યો છે. આ વર્ષે તો રાપર તાલુકાની ગાયો રતનપર અને ન્યારા પણ આવી છે તો આ ઉનાળા દરમિયાન તેમનાં ઘાસચારાની વ્યવસ્થા પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન – રાજકોટ દ્વારા થઈ રહી છે. ગાય માતા બધા સુખોની દાતાર છે. જ્યારે ગીરની ગાયો ગીરમાં વસતી હતી ત્યારે ત્યાંની કેરી અને અન્ય પાકો ખુબ સારા બનતા હતાં. હવે કચ્છમાં ઘણી બધી ગાયો ફરે છે તો ત્યાંની કેરીઓ અને અન્ય પાકો પણ સારા બની રહ્યા છે અને સારા ભાવોમાં વેંચાય રહ્યા છે. આ જ કચ્છની ગાયો હવે આપણા જિલ્લામાં પણ પધારી છે તો તેમનાં ખોરાક અને પાણી માટે સમાજને અનુદાનની અપીલ કરવામાં આવે છે. જ્યારે ધર્મની બાબતમાં કોઈને કંઇક કરવાની ભાવના થાય ત્યારે અબોલ જીવો માટે કરુણા દાખવી તેના ખોરાક અને પાણી માટે જરૂરથી અનુદાન કરવું જોઈએ કેમ કે તેઓ ને ખોરાક ઉગાડતા કે જમીનમાંથી પાણી કાઢતા નથી આવડતું માટે સૃષ્ટિની રક્ષા અને સંવર્ધન માટે સમાજને જ જાગૃત થવું પડશે. જો આ પ્રમાણે ગાય માટે ખોરાક પાણીની વ્યવસ્થા નહિ થાય તો પશુપાલકો ગાયોને ઘાસચારો પૂરો પડે તે માટે છુટી મૂકી દેશે અને પછીથી ગૌશાળા અને પાંજરાપોળોમાં પશુઓનાં સંવર્ધનથી લઈને તેમની ખાવાપીવાની વ્યવસ્થા તેમજ વેટરનરી બધું જ સમાજને સાચવવું પડશે અને જો એમ નહીં થાય તો રસ્તામાં એમનેમ ફરતી ગાય ખોરાકમાં કોઈ પણ રસ્તે પડેલી ચીજવસ્તુઓ લેશે જેનાં કારણે તેમનું આરોગ્ય જોખમાશે અને તેમનું દૂધ પીવાથી તેમનાં બાળકો અને માનવનું પણ ભવિષ્ય પણ જોખમાશે. આ માટે આ દિશામાં જેટલું જલ્દીથી જાગૃત થઈએ એટલું પર્યાવરણનું સંવર્ધન કરી શકાશે. અનુદાનની રકમનો ઉપયોગ ગાયમાતાનાં ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે જ થશે જેનાં ફોટો અને વિડીયો પણ દાતાને મોકલવામાં આવશે. આ અંગે વિશેષ માહિતી માટે કરુણા ફાઉન્ડેશન, એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં રમેશભાઈ ઠક્કર (મો. 99099 71116), મિત્તલ ખેતાણી (મો. 98242 21999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/