fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢની જિલ્લા જેલના બાથરૂમના પોખરમાંથી ઝડતી સ્કોડની ટીમને મોબાઈલ મળી આવતા, અજાણ્યા કેદી સામે ગુનો નોંધાયો

જેલ ની અંદર તપાસ દરમ્યાન ઘણી બધી વસ્તુઓ ની હકીકત પોલીસ ના પકડ માં આવતી હોય છે, તેવીજ ઘટના જૂનાગઢની જિલ્લા જેલમાં ઝડતી સ્કોડની ટીમે ચેકિંગ દરમ્યાન જેલના બાથરૂમના પોખરમાં છુપાવેલો મોબાઈલ મળી આવ્યો હતો. જૂનાગઢની જિલ્લા જેલમાંથી છાશવારે થતા ચેકિંગ દરમિયાન મોબાઈલ, પાન-માવાની પડીકીઓ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોવાથી જેલ સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે જેલ ઝડતી સ્કોડની ટીમે હાથ ધરેલા ચેકિંગમાં જનરલ બાથરૂમના પોખરામાંથી મોબાઈલ મળી આવ્યો હતો. જેને લઈ એ ડીવીઝન પોલીસે અજાણ્યા કેદીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલ બપોરના સમયે અમદાવાદની જેલર ગૃપ-૨ ની ઝડતી સ્કવોર્ડની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં કેદીઓની બેરેક, બાથરૂમ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ત્યારે જેલના સર્કલ-૩૩ માં આવેલા જનરલ બાથરૂમના પ્રથમ પોખરાની અંદર છુપાવી રાખેલો કેમેરાવાળો સફેદ કલરનો બે સીમકાર્ડની જગ્યાવાળો બેટરી સાથેનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અંદાજે ત્રણ કલાકથી વધુ સમય સુધી જેલની તપાસ કરાઈ હતી. જેમાં પ્રતિબંધિત મોબાઈલ મળી આવતા ઝડતી સ્કવોર્ડના દેવશી રણમલભાઇ કરંગીયાએ જેલના પ્રતિબંધિત વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ માટે મોબાઈલ રાખ્યો હોવાની ઉપરોક્ત વિગતો સાથે અજાણ્યા કેદી સામે ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ ૧૮૮ અને જેલ અધિનિયમની કલમ ૪૩ (૧૨), ૪૫ (૧૨), ૪૨ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/