fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છના પાન્ધ્રોની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓના મોત થઈ રહ્યા છે

દેશભરની નદીઓમાં મોટી મોટી કંપનીઓ સહિત નાના નાના કારખાનેદારો પણ પોતાની કંપનીઓનું દુષિત પાણી નદીઓમાં છોડી દે છે જેનાથી પાણીમાં રહેતી માછલીઓ મરી જાય છે અન્ય પાણીમાં રહેતા જીવો મરી જાય છે અને તે પાણી પીવાથી અનેક લોકોને આરોગ્ય સાથે ચેડા કરી રહી છે આવી કંપનીઓ ત્યારે ગુજરાતના કચ્છના લખપત તાલુકાના પાન્ધ્રો ખાતે આવેલા કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનની ગુનાહિત બેદરકારીના કારણે આ વિસ્તારના માલધારીવર્ગમાં કંપની સામે આક્રોશ વધી ગયો છે.કારણકે પશુઓ માટે પીવાના પાણીના સ્ત્રોત સમાન કાળી નદીમાં કેમિકલવાળા ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે જેનાથી પશુઓ માથે જાેખમ સર્જાવા સાથે આ વિસ્તારની પ્રાકૃતિક સંપદાને નુકશાન થઈ રહ્યું છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કેએલટીપીએસ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા વિસ્તારની કાળી નદીમાં મલિન પાણી છોડી દેવામાં આવે છે.

આ નદીમાં પશુઓ પાણી પીવા આવતા હોય છે પણ તેમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતા ઝેરી અસરના કારણે દુધાળા પશુઓના મોત થઈ રહ્યા છે.તાજેતરમાં પાન્ધ્રોના માલધારી ખલીફા કાદર ઇશાકની બે ભેંસના નદીના મલિન પાણીમાં ફસાઈ જતા ટ્રેકટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી.વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાથી પશુઓની સાથે પશુપાલકોના જીવ પણ જાેખમમાં મુકાય છે. આ પાણી ડેમમાં છોડવાના બદલે નદીમાં છોડી દેવામાં આવે છે.જેના કારણે પાન્ધ્રોથી બૈયાવો સુધીની નદી ખરાબ થઈ ગઈ છે જે નદીમાં પશુઓ પાણી પીવા આવતા તે નદી ઝેરી થઈ જવાથી પશુઓના મોતનું નિમિત્ત બની રહી છે. જેથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે ફરિયાદો બાદ અધિકારીઓ સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા. જાે કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવાનું બંધ નહિ કરાય તો કંપનીના મેઇન ગેટ સામે ઉપવાસ કરવામાં આવશે જેની જવાબદારી કંપનીની રહેશે અને આ બાબતે અગાઉ મુખ્ય ઈજનેર સહિત મામલતદાર,ટીડીઓને પણ લેખિતમાં રજૂઆત કરાઈ હોવાનું સરપંચ ભચીબેન ઇશાક રાયમાંએ જણાવ્યું હતું.

૭ વર્ષ દુષ્કાળ પડે તોય નદીની જમીન ખારી ન થાય પણ આ કેમિકલવાળા પાણીના કારણે ૧૦ કિમિ લાંબી નદીનો સોથ વળી ગયો છે. કેમિકલવાળા પાણીના નિકાલ માટે ડેમ બનાવાયો છે છતાં નદીમાં પાણી છોડવામાં આવે છે કરોડો રૂપિયા કમાય અહીંથી અને નુકશાન પણ અહીંયા જ કરવું તે ન ચલાવી લેવાય.વરસાદી પાણીની આડમાં કેમિકલવાળું પાણી છોડી દેવામાં આવતું હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ૫ થી ૬ લાઈનો પંક્ચર થઈ જતા પાણીનો ફ્લો વધી જવાથી આ સમસ્યા સર્જાઇ છે અને સ્થળમુલાકાત કરી છે.તાબડતોબ આ વિસ્તારમાં પાઇપ બદલી દેવાશે જેથી નદીમાં પાણી નહિ જાય તે સિવાય જેસીબીની મદદથી પણ પાણી નદીમાં ન જાય તે માટેના પ્રયાસ ચાલુમાં છે. આ નદીમાં પશુઓ પાણી પીવા આવે છે પણ તેમને થોડી ખબર હોય તેમાં કેમિકલવાળું પાણી છે અને આ પાણી પી જવાના કારણે અબોલ જીવોની હાલત જાેખમાઈ જવા સાથે મોતના મુખમાં પણ ધકેલાઈ જાય છે. કંપનીમાં રજૂઆત કરીએ તો તેઓ લાઈન લીકનું બહાનું આગળ ધરે છે પણ લિકેજના કારણે ૧૦ કિલોમીટર લાંબી નદી ખરાબ ન થઈ જાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/