fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર મહાનગરપાલિકાના લાઈટ શાખાના કર્મચારીને સસ્પેન્ડ કરતા કમિશ્નર, અન્ય વિભાગોમાં ફફડાટ

જામનગર મહાનગર પાલિકામાં ક્યારેક અધિકારીઓ-અદ્ધીકારીઓ વચ્ચે તો કયારેક પદાધિકારીઓ વચ્ચેનો આંતરિક કલેહ બહાર આવતો રહ્યો છે. સમયાન્તરે વિવાદમાં રહેતી મહાનગરપાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે. આ વખતે લાઈટ શાખાના કર્મચારીને લઈને વિવાદ ઉભો થયો છે. આ સાખમાં ફરજ બજાવતો એક કર્મચારી મનસ્વી રીતે વર્તન કરતા અને ઉપરી અધિકારીઓ સામે યોગ્ય વર્તન કરતો હોવાની ઉઠેલી ફરિયાદ બાદ કમિશ્નરએ આ કર્મચારીને પાણીચું આપી સસ્પેન્ડ કર્યો છે. જેને લઈને મહાનગર પાલિકામાં ફફડાટ ફેલાઈ ગયો છે. જામનગર મહાનગરપાલિકાની લાઈટ શાખાના એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરી અધિકારી સાથે અયોગ્ય વર્તન દાખવવા બદલ આ પગલા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જામનગર મહાનગર પાલિકાની લાઈટ શાખામાં ફરજ બજાવતા કર્મચારી લાઈનમેન કેતનસિંહ જાડેજાને મ્યુનિ. કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કર્મચારીએ રજા ભોગવી હતી. તેનો ઉપરી અધિકારીએ રિપોર્ટ ભર્યો હતો. જે બાબતે કર્મચારીએ પોતાના ઉપરી અધિકારી સામે ગેરવર્તન કર્યુ હતું. જે બાબતે મ્યુનિ. કમિશ્નર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આથી તપાસના અંતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/